Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ધોનીની પુત્રીનો ક્યૂટ વિડીયો થયો વાઇરલ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જીવા સ્કૂલમાં જે શીખે છે તેનો અભ્યાસ ઘરે કરતી જોવા મળે છે. અગાઉ પણ જીવાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. પરંતુ અભ્યાસ કરતી જીવાનો વીડિયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. વીડિયોમાં જીવા ગણિતનો અભ્યાસ કરી રહી છેજીવા એક નાનકડા બોર્ડ પર 1થી 30 સુધીની ગણતરી લખવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે. વીડિયો જોઈ સ્પષ્ટ થાય છે કે જીવાએ ગણતરી શીખવાની શરૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે જીવાના નામથી ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે અને તેના 5 લાખથી વધારે ફોલોવર્સ છે. અકાઉન્ટમાં જીવાના અલગ અલગ વીડિયો અગાઉ પણ શેર કરવામાં આવ્યા છે

(5:31 pm IST)