Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ભારતીય ટીમ માટે શાનદાર રહેશે: સચિન તેંડુલકર

નવી દિલ્હી: ભારત માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હંમેશાથી મુશ્કેલ ભર્યો રહ્યો છે. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ટીમના ખેલાડી સચિન તેંડુલકરનું કહેવુ છે કે વર્તમાન ભારતીય ટીમમાં ઓસ્ટ્રેલિયામાં જીત મેળવવાનો જજ્બો છે. સચિનના જણાવ્યા મુજબ વર્તમાન ઓસ્ટ્રેલિયન ટીમમાં યોગ્યતા અને અનુભવની ઉણપ છે, પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમે મેજબાન ટીમને હરાવવા માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવુ પડશે. સચિન તેંડુલકરે જણાવ્યુ કે, આપણી ત્યાં જીતવાની વધુ સંભાવના છે. જો તમે ભૂતકાળની ઓસ્ટ્રેલિયન ટીમને જોશો તો તેની સરખામણી વર્તમાન ટીમ સાથે કરીએ તો આપણુ પલડુ ભારે જોવા મળે છે. કદાચ આપણા માટે ત્યાં જીતવાની શ્રેષ્ઠ તક છે. મારુ કહેવુ છે કે, તે ટીમ અત્યારે ઉચ્ચકક્ષાની ક્રિકેટ નથી રમી રહી. મને લાગે છે કે, ભૂતકાળની ટીમો ખૂબ સારી હતી. સચિને વધુમાં જણાવ્યુ કે, તેમની પાસે પહેલા સારા અનુભવી ખેલાડી હતા અને વર્તમાન ટીમ પાસે બહુ અનુભવ નથી. જ્યારે બીજીબાજુ ભારતીય ટીમ કોહલીની આગેવાનીમાં હાલ ખૂબ સારુ પ્રદર્શન કરી રહી છે, તે જોતા ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારત માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

(5:56 pm IST)