Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

હવે કુસ્તીબાજોને પણ સેન્ટ્રલ કોન્ટ્રાકટ મળશે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરોની જેમ હવે કુસ્તીબાજોને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળશે, જેના કારણે તેમને યોગ્ય આર્થિક મદદ મળી રહે. ઉપરાંત આવતા વર્ષથી ખેલાડીઓને દેખાવ પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે રેન્કિંગ પણ આપવામાં આવશે. કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમે ૧૫૦ જેટલા કુસ્તીબાજોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપીશું. ઉપરાંત ઓલિમ્પિકમાં મેડલ જીતવાની સંભાવના ધરાવતા ૨૪ જેટલા કુસ્તીબાજોને ખાસ મદદ પણ કરીશું.કુસ્તીબાજોને ફેડરેશન કેટલા રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે બીસીસીઆઇ પછી ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપનારા બીજા નેશનલ ફેડરેશન તરીકે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાનું નામ લખાશે તે લગભગ નક્કી મનાય છે. કુસ્તી ફેડરેશન જુનિયર અને સબ જુનિયર કુસ્તીબાજોને પણ કોન્ટ્રાક્ટની ઓફર કરશે.વર્ષ ૨૦૧૯માં યુનાઈટેડ રેસલિંગ વર્લ્ડ હાલમાં વિશ્વભરની કુસ્તીનું સંચાલન કરે છે અને તેની કેટલીક મેજર ઈવેન્ટ્સ આવતા વર્ષે યોજાવાની છે. જેનું દેશભરમાં પ્રસારણ પણ થવાનું છે. અગાઉ કુસ્તીબાજોને જુદી-જુદી કેટેગરીમાં રેન્કિંગ આપવાનો નિર્ણય પણ લેવાયો છે

(5:29 pm IST)