Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રોહિતની આગેવાનીમાં કાલથી ટી-૨૦ જંગ

ટેસ્ટ અને વન-ડે કરતા ટી-૨૦માં વિન્ડીઝની ટીમ ઘણી મજબૂતઃ ધોનીની જગ્યા પૂરવાનો પ્રયત્ન કરશે રિષભ પંત : નવોદીત ખેલાડીઓને ટેલેન્ટ બતાવવાની તકઃ આવતીકાલે રવિવારે કોલકતાના ઈડન ગાર્ડનમાં સાંજે ૭ વાગ્યાથી મુકાબલો

આવતીકાલથી વર્લ્ડ ટી-૨૦ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સામે રૂ થનારી ત્રણ મેચની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સીરીઝમાં કોહલીને આરામ આપીને સિલેકટરોએ રોહિત શર્માને કેપ્ટન્સી આપી છે.

કૃણાલ પાંડ્યા, રીષભ પંત, ખલીલ અહમદ અને શાહબાઝ  નદીમને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવાનો મોકો આપ્યો છે.

ટેસ્ટ - વનડે પછી ટી-૨૦માં પણ રીષભ ધોનીની જગ્યા પૂરવાનો પ્રયત્ન કરશે. રીષભને ચાન્સ આપવા માટે ધોનીએ પોતે ટીમમાંથી પોતાનું નામ પાછું ખેચી લીધુ હતું.

અનુભવી દિનેશ કાર્તિકના આગમનથી મિડલ - ઓર્ડરમાં જબરદસ્ત સ્પર્ધા થશે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં આક્રમક હીટર કીરોન પોલાર્ડ અને બ્રાવોની વાપસી થઈ છે. પ્રવાસી ટીમ વર્ષે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે ફોર્મેટની સીરીઝ હારી ચૂકી છે. એક મેચ વર્લ્ડ ઈલેવન સામે જીતી હતી.

ભારતની ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, કૃણાલ પંડ્યા, રિષભ પંત, વોશીંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ઉમેશ યાદવ અને શાહબાઝ નદીમ.(૩૭.)

(1:15 pm IST)