Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બાંગ્લાદેશી હેકર્સે કોહલીની વેબસાઈટ હેક કરી :લિટન દાસની તસ્વીર પોસ્ટ કરીને ICC ને માફી માંગવા કહ્યું

હેકર્સે લખ્યું એમ્પાયર વિરુદ્ધ પગલાં ન લીધા તો અમે આ રીતે સાઈટ્સ હેક કરતા રહીશું

એશિયા કપ 2018ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે મળેલી હાર બાદ બાંગ્લાદેશી હેકર્સે વિરાટ કોહલીને ટાર્ગેટ કર્યો છે.બાંગ્લાદેશી હેકર્સે કોહલીની વેબસાઈટ હેક કરી છે અને તેમાં લિટન દાસ આઉટ થયો તે તસવીર પોસ્ટ કરી ICCને માફી માગવા માટે કહ્યું છે.

  હેકર્સે લખ્યું, ‘ડિયર, ICC ક્રિકેટ જેન્ટલમેન ગેમ નથી. શું દરેક ટીમ માટે બરાબરના અધિકાર હોવા જોઈએ? ICC જણાવે કે, લિટન દાસ કઈ રીતે આઉટ છે? જો ICC આખી દુનિયા સામે માફી માગી અને એમ્પાયર વિરુદ્ધ આકરા પગલાં લીધા તો અમે રીતે સાઈટ્સ હેક કરતા રહીશું.’
  
અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશી ઓપનર લિટન દાસે ફાઈનલમાં શાનદાર ઈનિંગ રમતા 87 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. તેણે 117 બોલમાં 121 રનની ઈનિંગ રમી હતી. તે કુલદીપ યાદવ બોલિંગમાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ સ્ટમ્પ આઉટ કરી દીધો. થર્ડ એમ્પાયરનો નિર્ણય થોડો વિવાદિત હતો, જેનાથી બાંગ્લાદેશી ટીમ અને ફેન્સ ખૂબ દુ:ખી થયા હતા.

    બાંગ્લાદેશના એક અખબાર અનુસાર, હેકર્સે પોતાને સાઈબર સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ ગ્રૂપના મેમ્બર ગણાવ્યા. તેમણે લિટન દાસને ખોટી રીતે આઉટ આપ્યો હોવાના નિર્ણયના વિરોધ કરવા વેબસાઈટ હેક કરી હતી. હેકિંગ ગ્રુપે જણાવ્યું કે, વિરાટની વેબસાઈટ હેક કરવા પાછળ તેમનો ભારતીયોને અપમાનિત કરવાનો કોઈ હેતુ નહોતો. માત્ર ફાઈનલમાં બાંગ્લાદેશને થયેલા અન્યાયને કારણે કરવામાં આવ્યું છે.

(12:00 am IST)