Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ડે-નાઈટ ટેસ્ટથી પ્રેક્ષકોની સંખ્યા વધી જશે : માંજરેકર

ક્રિકેટ કલબ ઓફ ઇન્ડિયામાં સોમવારે યોજાયેલા નવમાં પ્રતિષ્ઠિત દિલીપ સરદેસાઈ લેફ્ટરમાં ભારત વતી ૭૪ વન-ડે રમી ચૂકેલા ભૂતપૂર્વ બેટ્સમેને આશ્ચર્ય વ્યકત કરતાં પોતાની સ્પીચમાં કહ્યું હતું કે ભારત કેમડે-નાઇટ ટેસ્ટ નથી રમી રહ્યું. જો બીજા દેશોની જેમ ભારત પણ ડે-નાઇટ ટેસ્ટ રમે તો વધુમાં વધુ લોકો સ્ટેડિયમમાં ટેસ્ટ જોવા આવશે. ખેલાડીઓ ટેસ્ટથી વધુ ટી-૨૦ ફોર્મેટમાં રમવાનું એટલા માટે પસંદ કરે છે કારણ કે નાના ફોર્મેટમાં રૂપિયા વધારે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આગામી અતિમહત્ત્વની ઓસ્ટ્રેલિયાની ટૂરમાં ડે-નાઇટ ટેસ્ટ રમવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે આજે ટેસ્ટ-ક્રિકેટ લગભગ ખાલી સ્ટેડિયમમાં રમાય છે અને આઈપીએલમાં ૫૦૦૦ ઝનૂની પ્રેક્ષકો સામે અને ટીવી પર લાખો લોકો જુએ છે. આઈપીએલ પછી અને એ દરમ્યાન ઘણા ખેલાડીઓને ઈજા થાય છે એનાથી ખેલાડીઓની ટેસ્ટ-કરીઅર પર અસર પડે છે.

(4:13 pm IST)