Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અંકિતા રૈના ડબ્લ્યુટીએ રેકીંગમાં ટોચના ૨૦૦માંથી પણ બહાર

નવી દિલ્હી:રાજકુમાર રામનાથન ગત સપ્તાહે શેનજેન ઓપનની પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાના કારણે એટીપીની વર્તમાન વિશ્વ રેકીંગમાં ૧૧ સ્થાનનો કુદકો લગાવવામાં સફળ રહ્યો. જ્યારે અંકિતા રૈના ડબ્લ્યુટીએ રેકીંગમાં ટોચના ૨૦૦માંથી પણ બહાર થઈ ગઈ. એટીપી રેકીંગમાં યુકી ભાંબરી પણ એક ક્રમાંક નીચે ખસકી ૯૮માં સ્થાને આવી ગયો છે. તેમજ ચાઈના ઓપનના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલ રામનાથન ગત સપ્તાહે પોતાના સારા પ્રદર્શનના દમ પર ૧૨૩માં સ્થાને પહોંચી ગયો છે. એટીપી સિંગલ રેકિંગમાં બન્નેએ પ્રજનેશ ગુણેશ્વરન (૧૭૦)નો નંબર આવે છે જે ક્રમાંક નીચે ધકેલાયો છે. મહિલાઓની સિંગલ રેકીંગમાં અંકિતા પાંચ ક્રમાંક નીચે ખસીને ૨૦૩માં ક્રમાંકે આવી ગઈ છે. કરમન થાંડી પણ ચાર ક્રમાંક નીચે ૨૧૦માં સ્થાન પર ખસકી છે. ડબ્લ્યુટીએ યુગલ રેકીંગમાં સાનિયા મિર્ઝા ૬૮ ક્રમાંક નીચે ૧૭૨માં ક્રમાંકે આવી ગઈ છે. સાનિયા માતા બનવાની છે અને છેલ્લા ઘણા સમયથી તે કોર્ટ પર ઉતરી નથી. પુરુષોની યુગલ રેકીંગમાં રોહન બોપન્ના (૩૦) ભારતીયોમાં ટોચ પર છે. ત્યારબાદ દીવિજ શરણ (૩૬) અને લિએન્ડર પેસ (૭૪)નો નંબર આવે છે. બન્નેએ એક એક ક્રમાંકનો સુધારો મેળવ્યો છે. જીવન નેદુચેઝિયન સાત ક્રમાંક ઉપર ૮૦માં અને પુરવ રાજા ૯૩માં ક્રમાંકે છે.

(3:48 pm IST)