Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ન્યુઝીલેન્ડ વર્લ્ડકપ હારતા યુવાન ૪૬ દિવસ સુધી પથારીમાં જ રહ્યોઃ ઘરની બહાર જ ન નીકળ્યો

માર્ટીન ગુપ્ટીલ ઉપર ગુસ્સો કર્યો : ઘરમાંથી ક્રિકેટની વસ્તુઓ જ ફેંકી દીધી

ન્યુઝીલેન્ડનો ૩૧ વર્ષનો જેફ્રે ટ્વીગ વર્લ્ડકપ ૨૦૧૯ના ફાઈનલના રીઝલ્ટથી એટલો અપસેટ થઈ ગયો હતો કે તે ૪૬ દિવસ સુધી પથારીમાંથી ઉભો નહોતો થયો. ૧૫ જુલાઈએ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેના ફાઈનલ મેચના પરિણામ પછી તે સવારે સૂઈ ગયો હતો. ટવીગને તેની પત્નિ લ્યુસીયા એ સાંજે ૫ વાગ્યે ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે બુમો પાડવાનું શરૂ કર્યુ હતું.

શરૂઆતમાં તો તેણે ધ્યાન આપ્યુ પણ ધીરે ધીરે તે સહાનુભૂતિ ગુમાવવા લાગી હતી પછી તેણે મદદ માટે ન્યુઝીલેન્ડ ટીમનો સંપર્ક સાધ્યો હતો. વર્લ્ડકપમાં પોતાના બેટ દ્વારા ખાસ કંઈ ન કરી શકનાર માર્ટીન ગપ્ટીલ ટવીગને મળવા ખાસ તેના ઘેર ગયો હતો પણ જેવી ટવીગને જાણ થઈ કે ગપ્ટીલ તેને મળવા આવ્યો છે એટલે તેની કમાન છટકી હતી તે બુમો પાડવા લાગ્યો કે હું તેનું મોઢુ પણ જોવા નથી માગતો.

હવે લ્યુસીયાએ ઘરમાંથી ન્યુઝીલેન્ડ ટીમને લગતી દરેક વસ્તુ પોતાના ઘરમાંથી હટાવી દીધી છે. ક્રિકેટનો સામાન પણ ઘરમાંથી દૂર કર્યો છે અને સેટેલાઈટ ટીવી કનેકશન પણ બંધ કરાવી દીધુ છે.

(3:44 pm IST)