Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

૨૦૨૧માં પ૦ ઓવરની વિશ્વકપ ક્રિકેટ મેચ રમવા ઇચ્છતી મહિલા બેટસમેન મિતાલ રાજની ટી-૨૦ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

નવી દિલ્હીઃ ભારતની અનુભવી મહિલા બેટ્સમેન મિતાલી રાજે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. મિતાલી 2021મા 50 ઓવરોનો વિશ્વ કપ રમવા ઈચ્છે છે. 36 વર્ષની મિતાલી છેલ્લે માર્ચ 2019મા ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20મા ઉતરી હતી.

મિતાલી રાજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી ટી20 સિરીઝ માટે પોતે હાજર રહેશે તે જણઆવ્યું હતું. ત્યારે એવુ લાગી રહ્યું હતું કે આગામી વર્ષે ટી20 વિશ્વ કપ પહેલા યુવાઓ પર ધ્યાન દેવાને કારણે પસંદગીકારો તેની પસંદગી કરશે નહીં. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ટી20 વિશ્વ કપ આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે.

મિતાલી રાજે 32 ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાં 2012 (શ્રીલંકા), 2014 (બાંગ્લાદેશ) અને 2016 (ભારત)ના ત્રણ મહિલા ટી20 વિશ્વ કપ સામેલ છે.

મિતાલીએ કહ્યું, '2006થી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યાં બાદ હું 2021 વનડે વિશ્વ કપ માટે ખુદને તૈયાર કરવા માટે ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃતી લેવા ઈચ્છ છું. મારા દેશ માટે વિશ્વ કપ જીતવો મારૂ સપનું છે અને તેમાં હું મારૂ સર્વશ્રેષ્ઠ આપવા ઈચ્છુ છું.'

મિતાલીએ કહ્યું, 'હું બીસીસીઆઈને તેના સમર્થન માટે ધ્યાનવાદ આપુ છું અને ભારતીય ટી20 ટીમને શુભકામના આપુ છું, કારણ કે તે દક્ષિણ આફ્રિકાની મહિલાઓ વિરુદ્ધ ઘરેલૂ સિરીઝની તૈયારી કરી રહી છે.'

મિતાલી મહિલા ટી20 આંતરરાષ્ટ્રીયની પ્રથમ ભારતીય કેપ્ટન છે. તેણે 2006મા ડર્બીમાં પ્રથમવાર ભારતની આગેવાની કરી હતી. તેણે 89 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2364 રન બનાવ્યા, જે મહિલા ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત તરફથી રેકોર્ડ છે.

(4:54 pm IST)