Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

એશિયાડમાં ટેબલ ટેનિસમાં બ્રોન્સ જીતનાર હરમીત અને માનવનું સુરતમાં ભવ્ય સ્વાગત

સુરત: જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ-2018માં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાતના બે પ્લેયર્સે ટેબલ ટેનિસ ગેમ્સમાં બ્રોન્સ મેડલ જીતે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હરમિત દેસાઇ અને માનવ ઠક્કરનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા હરમીત દેસાઇ અને માનવ ઠક્કરે ટેબલ ટેનિસ ગેમ્સમાં બ્રોન્સ મેડલ જીત્યો છે

(12:26 pm IST)