Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ખેલાડીએ ચાલુ મેચે શર્ટ બદલ્યો

યુએસ ટેનિસ એસોસિયેશને પણ સ્વીકાર્યું કે અમ્પાયરે ચેતવણી આપીને ભૂલ કરી હતી

ન્યૂયોર્ક: અમેરિકામાં રમાઈ રહેલી યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ દરમિયાન વિવાદ સર્જાયો હતો. ફ્રાન્સની એલિઝ કોર્નેટે કોર્ટમાં પોતાનો શર્ટ બદલ્યો હતો જે અંગે ચેર અમ્પાયરે તેને ચેતવણી આપી હતી. જેને લઈને ટેનિસમાં મહિલા અને પુરૂષ વચ્ચે રાખવામાં આવતા ભેદભાવને લઈને વિવાદ છેડાઈ ગયો છે. યુએસ ટેનિસ એસોસિયેશન (યુએસટીએ) દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી છે.

હાલમાં ન્યૂયોર્કમાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે 10 મિનિટનો હીટ બ્રેક આપવામાં આવે છે. કોર્નેટે કોર્ટ પર જ પોતાનો પરસેવાવાળો શર્ટ કાઢીને નવો શર્ટ પહેર્યો હતો. મેચ ફરીથી શરૂ થાય તે પહેલા તેણે ઝડપથી પોતાનો શર્ટ બદલ્યો હતો. જોકે, ચેર અમ્પાયર ક્રિશ્ચિયન રસ્કે કોર્નેટને આના માટે ચેતવણી આપી હતી અને તેને લઈને વિવાદ સર્જાયો છે.

(11:13 am IST)