Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઈન્ડોનેશિયામાં 18મી એશિયન ગેમ્સનું સમાપન, રાની રામપાલ રહી ભારતીય ધ્વજવાહક

ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝની સાથે કુલ 69 મેડલ જીત્યા

જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં ભાવુક વિદાય સમારોહની સાથે 18મી એશિયન ગેમ્સનું સમાપન થયું હતું સમાપન સમારોહ વરસાદ હોવા છતા હજારો દર્શક સ્ટેડિયમમાં સમારોહમાં હાજર હતા. 

 ગેલોરા બુંગ કર્ણો સ્ટેડિયમની ક્ષમતા 76000 દર્શકોની છે, પરંતુ જ્યારે અહીં  ટ્રેક એન્ડ ફીલ્ડ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું હતું તે તેને જોવા ઓછા લોકો હાજર હતા પરંતુ મનોરંજન ભરેલા બે કલાક ચાલેલા સમાપન સમારોહ માટે સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. 

 સમારોહ દરમિયાન બોલીવુડથી લઈને ઈન્ડોનેશિયાના પ્રેમની ઝલક પણ જોવા મળી જ્યારે ગાયક સિદ્ધાર્થ સ્લાથિયા અને દેનાદાએ કોઈ મિલ ગયા, કુછ કુછ હોતા હે અને જય હો જેવા લોકપ્રિય ગીત ગાયા હતા.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો આયોજન સ્થળ પર બાઇક સ્ટંટની સાથે પ્રવેશ કરતા ચર્ચામાં આવ્યા હતા. પરંતુ ગીત, નૃત્ય અને ફટાકડાના જલ્લામાં કોઈ કમી ન હતી. આ દરમિયાન વિડોડોનો વીડિયો સંદેશ પણ દેખાડવામાં આવ્યો હતો.

  આયોજકો માટે આ મોટા અને સફળ અભિયાનનો અંત થયો જેણે વિયતનામના હટ્યા બાદ વિશ્વની બીજી સૌથી મોટી ગેમ્સ સ્પર્ધાની તૈયારી માટે ચાર વર્ષનો સમય મળ્યો હતો. આ સ્પર્ધાના ઈતિહાસમાં પ્રથમવાર જકાર્તા અને પાલેમબાંગના રૂપમાં બે શહેરોએ યજમાનના રૂપમાં સ્પર્ધાનું આયોજન કર્યું હતું. 

(9:31 am IST)