Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જેવલિન થ્રોમાં અન્નૂ રાની ફાઈનલની રેસથી બહાર

ટોક્યોઃ ભારતીય એથલીટ અન્નૂ રાની જેવલિન થ્રોના ફાઈનલમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે. યુપીના મેરઠથી ટોક્યો સુધીની સફર પસાર કરનારી અન્નૂ રાનીએ ભાલા ફેંક સ્પર્ધા માટે કવૉલિફાઈ કર્યુ હતુ પરંતુ તે અંતિમ ૧૨માં જગ્યા બનાવી શકી નહિ. તે પહેલી ભારતીય છે જેણે વર્લ્ડ રેકિંગમાં જગ્યા બનાવીને ઓલિમ્પિકમાં પોતાની સીટ સુનિશ્ચિત કરી શકી હતી. પરંતુ તે ૧૫ ખેલાડીઓની લિસ્ટમાં ૧૪માં સ્થાને રહી અને ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી શકી ન હતી.

(11:37 am IST)