Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

કોહલીની પોસ્ટમાં રોહિત કયાં?

નવી દિલ્હી : વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડ સામે હારી ગયા બાદ ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજ પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેના ખટરાગના સમાચારે ક્રિકેટપ્રેમીઓના મનમાં ચિંતાનું વાતાવરણ સરજયું હતું. જોકે પછીથી કોહલીએ એક પ્રેસ-કોન્ફરન્સમાં એ ખટરાગનું ખંડન કર્યું હતું છતાં ફરી એક વાર વિરાટે ઇન્સ્ટાગ્રામ પર કરેલી એક પોસ્ટને કારણે ક્રિકેટપ્રેમીઓને જે-તે ખટરાગ વિશે સવાલ કરતા કરી દીધા છે.

વાસ્તવમાં ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ મેચોની સિરીઝ આજથી શરૂ કરવા જઈ રહી છે ત્યાં ફ્લોરિડા પહોંચેલી ટીમ ઇન્ડિયાનો એક ફોટો વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ગેરહાજર હતો.

કોહલીએ પોસ્ટ કરેલા ફોટોમાં તેની સાથે રવીન્દ્ર જાડેજા, નવદીપ સહાની, ખલીલ અહમદ, શ્રેયસ અય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને કે. એલ. રાહુલ જોવા મળે છે. આ ફોટોમાં રોહિત શર્મા ન હોવાથી લોકો માટે એ ફરીથી ચર્ચાનો વિષય બન્યો હતો કે કોહલીની પોસ્ટમાં રોહિત કયાં છે?

(1:16 pm IST)