Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

મહિલા હોકી વિશ્વકપ :ક્વાર્ટર ફાઇનલમાં પેનલ્ટી શૂટ આઉટમાં આયર્લેન્ડ સામે ભારતનો 1-3થી પરાજય

ઇતિહાસ રચવાની તક ચુકી : શૂટઆઉટમાં ભારત તરફથી એકમાત્ર ગોલ રીનાએ કર્યો

ભારતીય મહિલા હોકી ટીમ લંડનમાં ચાલી રહેલ વિશ્વ કપ દરમિયાન ભારતીય ટીમનો  પૅનલ્ટી શુટઆઉટમાં આયર્લેન્ડના હાથે ક્વાર્ટરફાઇનલમાં 1-3થી હારીને આઉટ થઈ છે સંપૂર્ણ સમય સમાપ્ત થાય ત્યા સુધી બંને ટીમોએ એક પણ ગોલ કર્યો ન હતો, તેથી મેચ શૉટઆઉટમાં ચાલી ગઇ હતી

  શૂટઆઉટમાં ભારતીય કેપ્ટન રાની રામપાલ, મોનિકા અને નવજોત કૌર ગોલ કરવામાં નિષ્ફળ રહી. શૂટઆઉટમાં ભારત તરફથી એકમાત્ર ગોલ રીનાએ કર્યો. જો કે ભારતીય ગોલકીપરએ એ આઇરલૅન્ડને પહેલા બે પ્રયાસમાં ગોલ કરવા દીધો ન હતો પરંતુ ફરીથી બાકીના ત્રણ ગોલ કરવા માટે આયર્લેન્ડ ટીમ સફળ રહી હતી

  આયર્લેન્ડની ક્લો વોટકીન્સે પાંચમી ટ્રાઇમાં જેવી જ સવિતાને હરાવી, ત્યા જ આયર્લેન્ડની સંપૂર્ણ ટીમ આનંદથી ઝૂમી ઉઠી હતી આઇરલૅન્ડે આ વિજય સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે, જ્યાં તેનો મુકાબલો ચાર ઓગસ્ટે સ્પેન સાથે થશે.

(1:16 pm IST)