Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ટેનિસ જગતના સ્ટાર જોકોવિચ અને તેની પત્નીનો કોરોના- રિપોર્ટ આવ્યો નેગેટિવ

બ્રેલગ્રેડઃ ટેનિસ જગતના સ્ટાર નોવાક જોકોવિચ અને તેની પત્ની બન્ને કોરોના- નેગેટિવ જોવા મળ્યા છે. એડ્રિયા ટૂર દરમ્યાન જોકોવિચ અને અન્ય પ્લેયર કોરોના- પોઝિટિવ આવ્યા હોવાથી આ ટુર્નામેન્ટ વચ્ચેથી રદ કરવામાં આવી હતી. બેલગ્રેડમાં થયેલી કોરોના- ટેસ્ટમાં જોકોવિચ- દંપતી નેગેટિવ આવ્યાં હોવાની જાણ કરવામાં આવી હતી. દંપતી છેલ્લા ૧૦ દિવસથી સેલ્ફ આઈસોલેશનમાં હતું.

(3:40 pm IST)