Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

વિશ્વકપ : ન્યુઝીલેન્ડને 119 રને હરાવી ઇંગ્લેન્ડ સેમી ફાઇનલમાં પહોંચ્યું

ઇંગ્લેન્ડે આપેલ 306 રનના લક્ષયાંક સામે ન્યુઝીલેન્ડ 45 ઓવરમાં 186 રન બનાવી શકી : જોની બેરસ્ટોની 106 રનની ધમાકેદાર ઈનિંગ

 

મુંબઈ ;વર્લ્ડ કપની 41મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી હતી.. જેમાં પ્રથમ બેટિંગ ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 306 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઉતરેલી કિવી ટીમે 45 ઓવરમાં 186 રન બનાવ્યા હતા. જો કે, હાર પછી, ન્યૂઝીલેન્ડ તે સેમિ-ફાઇનલમાં પ્રવેશી શકશે, જ્યારે પાકિસ્તાન માટે હવે કોઈ તક નથી. 1992 પછી પહેલીવાર ઈંગ્લેન્ડ સેમિફાયનલ્સ સુધી પહોંચવા સક્ષમ બન્યું છે.

ન્યૂ ઝીલેન્ડના કોઈ પણ બેટ્સમેનો આજે રમી શક્યા નહોતા. અને તેમને 119 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂ ઝીલેન્ડની બેટિંગ ઈંગ્લેન્ડની શ્રેષ્ઠ બોલિંગની સામે દેખાઈ નહી. અને હાર પછી, તેને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને સંતોષ કરવો પડશે. આજે ફરીથી ન્યૂઝીલેન્ડના ઓપનરોએ નિરાશ કર્યા અને બંને ઓપનર 5.2 ઓવરમાં પેવેલિયન પાછા ફર્યા. ટેલર અને વિલિયમ્સને ઈનિંગ્સને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો હતો

પરંતુ બન્ને બેટ્સમેનો રન આઉટ થયા પછી પેવેલિયનમાં જતા રહ્યા હતા. ટેલરે 28 રન બનાવ્યા હતા જ્યારે વિલિયમ્સને 27 રન બનાવ્યા હતા. ન્યુ ઝિલેન્ડ માટે, ફક્ત લથમ પચાસ સુધી સ્પર્શ કરી શક્યો અને તેણે 57 રન બનાવ્યા. વુડે ઇંગ્લેન્ડ માટે ત્રણ વિકેટ લીધી હતી.

જેમાં ઇંગ્લેન્ડ તરફથી ઓપનર જોની બેરસ્ટો વનડે કરિયરની 9મી અને ટૂર્નામેન્ટમાં સતત બીજી સદી ફટકારતાં 106 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેણે અને જેસન રોયે ટીમને સારી શરૂઆત અપાવતા 18.4 ઓવરમાં 123 રન જોડ્યા હતા. રોયે 60 રનનું યોગદાન આપ્યું હતું. જોકે તે બંનેના આઉટ થયા પછી અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યું હતું અને ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.

(12:10 am IST)