Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

આખરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અંબાતી રાયડૂએ સંન્યાસ લીધો

વર્લ્ડકપમાં બે બે ખેલાડીઓ ઈન્જર્ડ છતાં તક નહિ મળતા રાયડુ નિરાશ : આઈસલેન્ડ દ્વારા તેને નાગરિકતા અને ક્રિકેટ રમવા માટે ઓફર

મુંબઈ : વર્લ્ડ કપમાં બે ભારતીય ખેલાડી ઈનજર્ડ થવા છતા ટીમમાં સ્થાન ન મળતા અંબાતી રાયડૂએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે

 . શિખર ધવન ઈનજર્ડ થયા બાદ ટીમ ઈન્ડિયામાં રૂષભ પંતની પસંદગી કરવામાં આવી. જેથી અંબાતી રાયડુ નારાજ થયો હતો. રાયડૂની ટીમ ઈન્ડિયામાં પસંદગી ન કરવામાં આવતા આઈસલેન્ડ દ્વારા તેને નાગરિકતા અને ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

આઈસલેન્ડે ટ્વિટ કરીને નાગરિકતાના નિયમ અંગે એક તસ્વીર પોસ્ટ કરી છે. જેમા રાયડૂ દ્વારા વિજય શંકર અંગે કરવામાં આવેલી ટિપ્પણનો સહારો લેવામાં આવ્યો.

ટ્વિટમાં કહેવામાં આવ્યુ હતુ કે, અંબાતી રાયડૂ થ્રીડી ગ્લાસને હટાવી શકે છે. તેમણે ટ્વિટમાં શેર કરવામાં આવેલા દસ્તાવેજને ધ્યાનથી જોવા જોઈએ. અમારી સાથે જોડાવવા માટે રાયડૂ વિચાર કરી શકે છે.

(8:01 pm IST)