Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ગુજરાતી બાએ સૌના દિલ જીતી લીધાઃ ટીમ ઈન્ડિયાએ લીધા આર્શીવાદ, કોહલી પગે પડ્યો

બર્મિંઘમ : ભારતીય ટીમ બાંગ્લાદેશને ૨૮-રનથી હરાવવામાં સફળ થઈ. સ્ટેડિયમમાં ભારતીય પ્રશંસકો હજારોની સંખ્યામાં હાજર હતાં. એમાં એક હતાં ૮૭-વર્ષનાં અને વ્હીલચેરગ્રસ્ત ગુજરાતી મહિલા ચારુલતા પટેલ.

ભારતીય ટીમને બિરદાવતાં અને પ્લાસ્ટિકનું પીપુડા વગાડતાં ચારુલતાબેન એમનાં ઉત્સાહને કારણે ટીવી કેમેરામાં છવાઈ ગયાં હતાં. મેચ દરમિયાન ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને મેચમાં સદી ફટકારનાર રોહિત શર્મા ચારુલતાબેનને જઈને મળ્યા હતા અને એમની સાથે વાતચીત કરી હતી, એમનાં આશીર્વાદ લીધાં હતાં. તેમણે કહ્યું કે મારી શુભેચ્છા ટીમની સાથે છે. જયારે ૧૯૮૩જ્રાક્નત્ન કપિલ દેવે અહીં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પણ હું અહીં હાજર હતી. મેચ જીત્યા બાદ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચારુલતાબેનને મળ્યા હતા કેપ્ટન કોહલીએ નમીને વંદન કરી વાતો પણ કરી હતી. કોહલીએ તેમની સાથેની તસવીરો પણ શેર કરી હતી. કેમેરા પર વાંરવાર ચમકવાના કારણે ચારુલતાબેનની તસવીર જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ હતી.

આઇસીસીના રીધિમા પાઠકને આપેલી મુલાકાતમાં ચારુલતાબેને કહ્યું કે હું ઈશ્વરને, ગણપતિજીને પ્રાર્થના કરું છું કે ભારત જીતે. મારાં આશીર્વાદ હંમેશાં ભારતીય ટીમને માટે રહેશે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલા ચારુલતાબેને કહ્યું હતું કે, હું દ્યણા વર્ષોથી ક્રિકેટ જોતી આવી છું. મારો જન્મ ટાન્ઝાનિયામાં થયો હતો. હું આફ્રિકામાં હતી ત્યારે ટીવી પર મેચ નિહાળતી હતી પરંતુ હવે રિટાયર્ડ છું અને તેથી અહીં જોવા આવી છું. ભારત જ વર્લ્ડકપ જીતશે તેવો મને વિશ્વાસ છે. ભારત જીતે તે માટે હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું. ૧૯૮૩જ્રાક્નત્ન કપિલ દેવે વર્લ્ડકપ જીત્યો ત્યારે હું પણ ત્યાં હતી. આ વખતે ભારત ફાઈનલમાં પહોંચશે તો લંડનમાં લોર્ડ્સ સ્ટેડિયમમાં જઈને મેચ નિહાળવાની આશા રાખું છું.

(3:54 pm IST)