Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મહિલા ક્રિકેટ ટીમની સુકાની હરમનપ્રિત કૌર નકલી ડિગ્રી વિવાદમાં ફસાઈ

 

   ફોટો nakli

નવી દિલ્હી: ક્રિકેટના મેદાનમાંલેડી સહેવાગના નામથી પ્રચલિત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાની ડિગ્રીઓને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. હરમનપ્રીત પર આરોપ છે કે, તેણીએ પોતાની ડિએસપીની નોકરી માટે જે ડિગ્રીઓ જમા કરાવી હતી, તે બધી નકલી છે.
 
પંજાબ પોલીસના જણાવ્યા મુજબ હરમનપ્રીત કૌરે જે દસ્તાવેજો પોલીસ વિભાગને સોંપ્યા હતા, તેમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીની છે. પરંતુ જયારે અમે તેમની ડિગ્રીની તપાસ યુનિવર્સિટીમાં કારવી તો તેમણે જણાવ્યું હતું કે, હરમનપ્રીતની ડિગ્રીના રજિસ્ટ્રેશn નંબર તેમની યુનિવર્સિટીનો નથી.
  
હવે મામલામાં પોલીસનો સંપૂર્ણ તપાસ અહેવાલ આવે તેની રાહ જોવાઈ રહી છે. જો તેમાં પણ તેની ડિગ્રી નકલી હોવાનું ફલિત થયું તો હરમનપ્રીત કૌર પર યોજનાબદ્ધ રીતે છેતરપિંડી કરવાનો કેસ થઈ શકે છે.

(12:14 am IST)