Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

એશિયન ગેમ્સ: જકાર્તા જશે ભરતી 524 સભ્યોની ટીમ

નવી દિલ્હી: ભારતીય ઓલમ્પિક સંઘે આવતા મહિને ઇન્ડોનિશિયાની રાજધાની જકાર્તામાં શરૂ થનાર એશિયાઈ ગેમ્સમાં ભાગ લેવા માટે 524 સભ્યોની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. તમામ સભ્યોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જકાર્તામાં 18 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી યોજાનાર એશિયાઈ ગેમ્સ માટે 277 પુરુષો અને 247 મહિલાઓની ટીમ બનાવવામાં આવી છે.ભારતીય ખેલાડીઓ 36 રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. એથ્લેટિક્સમાં સૌથી વધુ 52 સ્પર્ધકો છે બેડમીંટનમાં 20 અને સાઈકિલિંગમાં 15 ખેલાડીઓ ભાગ લેવાના છે. કુશ્તીમાં 20 અને ટેનિસમાં 12 ખેલાડીઓ છે.

(5:29 pm IST)