Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રંગભેદ ફકત ફુટબોલમાં જ નહિં, ક્રિકેટમાં પણ છેઃ ગેઇલ

  નવી દિલ્હી : અમેરિકામાં આફ્રિકન- અમેરિકન જયોર્જ ફ્લોઈડની હત્યાની દ્યટનાને લીધે સૌકોઈનો આક્રોશ દુનિયા સમક્ષ ફૂટી નીકળ્યો છે. તેની યુવા પ્લેયર કૌકો ગૌફ, ડેરેન સેમી બાદ હવે ક્રિસ ગેઇલનો ગુસ્સો પણ સૌશ્યલ મીડિયા પર ઊભરાઈ આવ્યો છે.

ગેઇલે કહ્યું કે 'અશ્વેત લોકોનું જીવન પણ અન્ય લોકોનાં જીવન જેટલું જ મહત્ત્વનું છે. રંગભેદ કરનાર દરેક માણસોને અટકાવવા જરૂરી છે. મુર્ખાઓએ લોકોને કાળા કહેવાનું બંધ કરવું જોઈએ. અમારા પોતાના કાળા લોકો જ બીજા કાળાઓને નીચે પાડવાનું કામ કરી રહ્યા છે. હું આખી દુનિયામાં ટ્રાવેલ કરું છું અને સાચું કહું તો મારા પ્રત્યે પણ મેં આ રંગભેદનો સામનો કર્યો છે, કારણ કે હું અશ્વેત છું. લિસ્ટ દ્યણું લાંબું છે. રંગભેદની આ સમસ્યા માત્ર ફુટબોલમાં જ નથી, ક્રિકેટમાં પણ છે. ખરું કહું તો તેમની અંદર પણ બ્લેક મેન તરીકે હું દ્યણો થાકી જાઉ છું. બ્લેક પાવરફૂલ! બ્લેક એન્ડ પ્રાઉડ.

(4:09 pm IST)