Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જયારે કાર્તિકે તેની પત્નીને રંગેહાથ પકડી

કાર્તિક અને દીપિકા બે વર્ષ સુધી ડેટ કર્યુ બાદ લગ્ન કર્યા

ચેન્નાઈ, તા. ૩: દિનેશ કાર્તિક અને ભારતની સ્ક્વાશ ખેલાડી દીપિકા પલ્લીકલની લવસ્ટોરી પણ અજીબ છે. આ બંનેએ ૨૦૧૫ના રોજ લગ્ન કર્યા હતા. પણ તે પહેલા કંઈક તેવું થયું હતું જ્યારે દિનેશ કાર્તિકે દીપિકાને રંગે હાથે પકડી હતી. અને દીપિકા શરમમાં મૂકાઈ ગઇ હતી. ટીમ ઇન્ડિયાના વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકે ગત સોમવારે જ તેમનો જન્મદિવસ ઉજવ્યો. દિનેશ કાર્તિકે પોતાના ઇન્ટરનેશનલ કેરિયરની સાથે જ પોતાના ખાનગી જીવનમાં પણ અનેક ઉતાર-ચડાવ જોયા છે. ૨૦૧૫માં જ તેમણે સ્ટાર સ્કવૉશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા. અને આ પહેલાં બંને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા છે.

દિનેશ કાર્તિક અને દીપિકાની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કાર્તિક અને અમારી વચ્ચે એકવાર તેવી સ્થિતિ પણ ઊભી થઈ હતી જેના કારણે મારે શરમમાં મૂકાવવું પડ્યું હતું. દીપિકાએ કહ્યું કે એક દિવસ દિનેશ કાર્તિકે મને ડિનર માટે મેસેજ કર્યો. જેનો મેં જવાબ ન આપ્યો. આ પછી દિનેશે અનેક વાર ડિનર માટે પૂછ્યું પણ મેં જવાબ કંઈકને કંઈક બહાનું કરીને ટાળ્યો.

પછી કંઈક એવું થયું કે દીપિકા પોતે જ ફસાઈ ગઈ. કારણ તે દિવસે કાર્તિક તેને રંગે હાથે પકડી. થયું એવું કે જ્યારે કાર્તિકે દીપિકાને ડિનર માટે પૂછ્યું તો દીપિકાએ ખોટું બોલ્યું કે તે તો ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગઈ છે.

જો કે તે પછી દિનેશ કાર્તિક તે જીમમાં ગયો જ્યાં દિપિકા પણ જતી હતી. દિનેશને જીમમાં જોઈને દીપિકા શરમમાં મૂકાઈ ગઈ અને બંને બીજા દિવસે બ્રેકફ્રાસ્ટ માટે મળ્યા. અને બસ ત્યારથી સંબંધો એટલા ખાસ થવા લાગ્યા કે તેમણે બે વર્ષ પછી લગ્ન કરી લીધા.

(4:07 pm IST)