Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

વિશ્વકપ-2019 ભારતનો બુધવારે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મુકાબલો

ભારતીય ટીમ પોતાનો વિશ્વકપ અભિયાનની શરૂઆત પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સૌથૌમ્પટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં ભારતનો પ્રથમ મુકાબલો થશે આ મેદાન પર બંને ટીમોએ અત્યાર સુધીમાં 3-3 મેચ રમી છે

 વિરાટ કોહલીના નેતૃત્વમાં ટિમ ઇન્ડિયા અહીં પહેલીવાર મેદાનમાં ઉતરશે જયારે ફાફ ડુ પ્લેસીસની ટીમનો આ ત્રીજો મેચ છે આ પહેલા દક્ષિણ આફ્રિકાને યજમાન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશે હરાવ્યું છે

   ધ રોઝ બાઉલ મેદાન ઈંગ્લીશ કાઉન્ટરી ક્રિકેટ ક્લ્બ હેમ્પશાયરનું સ્થાનિક મેદાન છે આ સ્ટેડિયમની સ્થાપના 2001માં થઇ હતી આ નવા મેદાનમાં પહેલીવાર વિશ્વકપનો કોઈ મેચ રમાનાર છે આ વખતે વિશ્વકપના કુલ પાંચ મેચ અહીં રમાશે આ સ્ટેડિયમમાં કુલ 15 હજાર દર્શકોને બેસવાની વ્યવસ્થા છે

(8:52 pm IST)