Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

વિશ્વકપની મેચોમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરે ટીમ ઈન્ડિયાઃ સુનીલ ગાવસ્કર

ઈંગ્લેન્ડમાં ભલે ઓવરકાસ્ટ કે કલાઉડી કંડીશન હોય કે ન હોય ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળે છે

નવીદિલ્હી,તા.૩: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૯માં ટીમોની જીત અને હાર પિચો પર નિર્ભર કરશે. તેમણે સલાહ આપી કે, જો પિચ પર ઘાસ નથી અને ડે મેચ છે તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવી જોઈએ.

 ઈંગ્લેન્ડમાં આ સમયે સોનેરી તડકો નિકળી રહ્યો છે અને આસમાન સાફ છે. જો પરિસ્થિતિ આવી રહશે તો ફાસ્ટ બોલરોને પિચ પરથી વધુ મદદ મળશે નહીં. ભારતીય ટીમ પોતાનો પ્રથમ મુકાબલો ૫ જૂને આફ્રિકા વિરુદ્ધ રમશે. તેને જોતા ગાવસ્કરે સલાહ આપી છે કે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવી ભારતીય ટીમ માટે યોગ્ય રહેશે. કારણ કે ઈંગ્લેન્ડમાં ભલે ઓવરકાસ્ટ કે ક્લાઉડી કંડીશન હોય કે ન હોય, ફાસ્ટ બોલરોને શરૂઆતી કેટલિક ઓવરોમાં પિચ પરથી મદદ મળે છે. તેવામાં ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરી બોલિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.

(4:08 pm IST)