Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

વિરાટે આપેલા બેટથી ચોક્કો મારવાનો પ્રયાસ કર્યો તો સિકસર ગઈ રાશિદ ખાન

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની પહેલી મેચ પહેલાં અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું, બેટિંગ સ્કિલ્સ સુધારવી હોય તો તમારે સારા બેટની પણ જરૂર હોય છે. મને ઘણા બધા ખેલાડીઓ જેમ કે વિરાટ કોહલી, લોકેશ રાહુલ અને ડેવિડ વોર્નરે બેટ ગિફ્ટ કર્યા છે, પરંતુ એમાં કોહલીના બેટની વાત જ કંઈક અલગ છે. હું આયરલેન્ડ સામેની મેચમાં એ બેટથી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મેં ચોક્કો મારવા એક બોલને કિલક કર્યો હતો, પરંતુ એ સિકસર ગઈ હતી. ત્યારે બેટિંગ વખતે મને એમ લાગતું હતું કે હું દરેક બોલમાં સિકસર ફટકારીશ. રાશિદે કહ્યું, હું જયારે બેટિંગ કરીને પાછો એવિલિયનમાં આવ્યો ત્યારે અસઘર અફઘાને મારી પાસેથી એ બેટ માગ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી હતી. એ પછી તેણે મારા બેગમાંથી એ બેટ લઈ લીધું. હું ઇચ્છું છું કે એ બેટથી અફઘાન વધારે રન ન બનાવી શકે અને મને જલદીથી પાછું આપી દે.

(3:05 pm IST)