Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

એ મેચ મારી જિંદગીનો સૌથી રોમાંચક મેચ હતોઃ રોહિત

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે શનિવારે દિલ્હીમાં ચેન્નઇ સુપર કિંગ્સને હાઇ સ્કોરિંગ મેચમાં ચાર વિકેટે પછડાટ આપી હતી, જેને લીધે મુંબઇના કપ્તાન રોહિત શર્માએ આ મેચને પોતાનાં જીવનની એક સૌથી રોમાંચક મેચ ગણાવી હતી. મેચ જીત્યા બાદ રોહિતે કહ્યું કે 'મારા જીવનની સૌથી રોમાંચક ટી-ર૦ મેચમાંની આ એક મેચ હતી. મેદાન ઘણું નાનું હતું એટલે બોલરો માટે કામ થોડું કઠિન થઇ ગયું હતું. મને ભરોસો હતો કે જો કોઇ બેટ્સમેન છેલ્લે સુધી ફ્રીઝ પર ચીટકી રહેશે તો મેચ જીતી શકાય એમ છે. કિરોન પોલાર્ડે એ કામ કરી દેખાડયું.

(3:33 pm IST)