Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ચેન્નાઇ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો છ વિકેટે વિજય :પોઈન્ટ્સ ટેબલમાં ચેન્નાઇ બીજાક્રમે ધકેલાઈ

178 રનનો લક્ષ્યાંક કોલકાતાએ ચાર વિકેટ ગુમાવી ૧૭.૪ ઓવરમાં હાંસલ કર્યો

પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સનો છ વિકેટે પરાજય થયો છે યુવા ખેલાડી શુબમન ગિલની અર્ધી સદી અને કેપ્ટન દિનેશ ર્કાિતકના ૧૮ બોલમાં અણનમ ૪૫ રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટે પરાજય આપ્યો હતો.

   ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં ધોનીના અણનમ ૪૩ રન, વોટસનના ૩૬ રન અને રૈનાના ૩૧ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ૧૭૭ રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકાતાએ ચાર વિકેટ ગુમાવી ૧૭.૪ ઓવરમાં લક્ષ્‍યાંક મેળવી લીધો હતો. કોલકાતાના આ જીત સાથે ૧૦ પોઇન્ટ થઈ ગયા છે અને રનરેટના આધારે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે ચેન્નઈ બીજા સ્થાને ધકેલાઈ ગઈ છે.

(1:17 am IST)