Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ હાફિજના બોલિંગ એક્શનને આઇસીસીએ આપી લીલીઝંડી

નવી દિલ્હી: આઈસીસીએ પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ હાફિજના બોલિંગ એક્શનને લીલીઝંડી આપી દીધી છે. જેથી આ ઓફ સ્પિનર હવે આંતરરાષ્ટ્રીય મેચમાં ફરી બોલિંગ કરતો નજરે પડશે. હાફિજે પોતાની સામેના પ્રતિબંધ અંગે પુનઃવિચારણા અરજી કરી હતી. ત્યારબાદ ૧૭ એપ્રિલે લોગબોરો યુનિવર્સિટી ખાતે તેના બોલિંગ એક્શનની ફરી તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યુ કે તેની કોણી આઈસીસીના નિયમ મુજબ ૧૫ ડિગ્રીની મર્યાદામાં જ વળે છે. જેથી આઈસીસીએ મોહમ્મદ હાફિજને આંતરરાષ્ટ્રીય મેચમાં બોલિંગ કરવા લીલીઝંડી આપી છે. 
જોકે સાથે જ એ પણ શરત મુકી છે કે મેચ દરમિયાન રેફરી કે એમ્પાયરને જો એવુ લાગશે કે તે શંકાસ્પદ એક્શન સાથે બોલિંગ કરી રહ્યો છે તો તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે. આઈસીસી મેચ અધિકારીઓના મોહમ્મદ હાફિજની બોલિંગ એક્શનના વીડિયો અને તસ્વીરો મોકલી આપશે. જેના આધારે તે યોગ્ય બોલિંગ કરી રહ્યો છે કે નહીં તે જાણી શકાશે. દરમિયાન વેસ્ટઈન્ડિઝના રોન્સફોર્ડ બિટન પુનઃવિચારણા પણ નિષ્ફળ નીવડયો છે. જેથી તેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે બોલિંગ કરવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ન્યુઝિલેન્ડ સામે ગત ૨૪ ડિસેમ્બરે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલ વન-ડે મેચ દરમિયાન રોન્સફોર્ડના બોલિંગ એક્શન સામે સવાલ ઉઠાવાયા હતા. 

(4:46 pm IST)