Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ઇંગ્લેન્ડે ભારતને પછાડી બન્યું નંબર વન

નવી દિલ્હી: ભારતને પછાડીને ઇંગ્લૅન્ડ ટોચ પર આવી ગયું છે. ઇંગ્લૅન્ડને ૨૦૧૪-’૧૫ની ખરાબ સીઝનને કારણે ફાયદો થયો છે જેમાં એણે ૨૫માંથી માત્ર ૭ મૅચમાં જ જીત મેળવી હતી. આ સીઝનને ગણતરીમાંથી હટાવી દીધી છે તો ૨૦૧૫-’૧૬, ૨૦૧૬-’૧૭ને ૫૦ ટકા ગણતરીમાં લેવામાં આવ્યાં છે. છેલ્લે જાન્યુઆરી ૨૦૧૩માં વન-ડે રૅન્કિંગમાં ટોચ પર આવેલી ઇંગ્લૅન્ડની ટીમના ૧૨૫ પૉઇન્ટ છે. બીજી તરફ ભારત એક પૉઇન્ટ ગુમાવીને ૧૨૨ પૉઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. સાઉથ આફ્રિકા એક ક્રમાંક નીચે ઊતરીને ત્રીજા ક્રમાંક પર આવી ગયું છે જેના ૧૧૩ પૉઇન્ટ છે. 
બીજી તરફ T૨૦ રૅન્કિંગમાં કોઈ ફેરબદલ નથી, જેમાં પાકિસ્તાન ટોચ પર છે. અફઘાનિસ્તાન હવે શ્રીલંકા કરતાં આગળ આઠમા ક્રમાંક પર છે. ઑસ્ટ્રેલિયા બીજા તો ભારત ત્રીજા ક્રમાંક પર છે. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની ટીમો છે. 

(4:45 pm IST)