Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

બ્રેટ લી શિવાજી પાર્કમાં બાળકો સાથે વેશ બદલીને ક્રિકેટ રમ્યો

મુંબઈના ક્રિકેટરોના ફેવરીટ શિવાજી પાર્કમાં બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે ત્યાં એક લાંબા સફેદ વાળ ધરાવતા બાબાએ બાળકો સાથે ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યકત કરી. બાળકોને પણ થોડીક મજાક કરવાનું મન થતાં તેમને પોતાની સાથે રમાડ્યા. જો કે આ વૃદ્ધ વ્યકિત દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લી હતો. અત્યારે તે આઈપીએલના કોમેન્ટેટર તરીકે ભારતમાં છે. મુંબઈમાં તેણે શિવાજી પાર્કમાં ક્રિકેટ રમવાની પોતાની ઈચ્છા પૂરી કરી હતી. સફેદ વાળ અને દાઢીને કારણે કોઈ બ્રેટ લીને ઓળખી શકયુ નહોતુ. થોડાક જ સમયમાં તેણે શાનદાર રમત શરૂ કરીને ફટકાબાજી કરી. વળી બોલીંગ કરતી વખતે ઘણા યુવા ખેલાડીઓના દાંડીયા પણ ગુલ કર્યા. એક વૃદ્ધ વ્યકિત કઈ રીતે આવુ રમી શકે એવો પ્રશ્ન બાળકોના મનમાં ઉભો થયો. જો કે બ્રેટ લીએ છેવટે પોતાની દાઢી મૂછ દૂર કરતા બાળકોએ તેને ઓળખી કાઢ્યો હતો.

(4:14 pm IST)