Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રોહિતે મજાકમાં કહ્યું મેરે સાથ ઉસકો કોમ્પિટીશન કરની હે ? એક સાલ હુઆ નહી ઉસકો ક્રિકેટ ખેલ કે, છક્કે કા કોમ્પિટીશન લગા રહા હૈ

મુંબઇ તા. ૩ : રિષભ પંતની ચેલેન્જ સામે રોહિત શર્માએ જબરદસ્ત સિકસર ફટકારી છે. રોહિત શર્મા તેની લાંબી સિકસરો માટે જાણીતો છે એવામાં તેને રિષભ પંત પાસેથી બિગેસ્ટ સિકસર મારવાની ચેલેન્જ મળી છે. રોહિત હાલમાં જસપ્રીત બુમરાહ સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી રહ્યો હતો. ઇન્સ્ટાગ્રામના લાઇવ સેશનમાં જસપ્રીત બુમરાહે રોહિત શર્માને કહ્યું હતું કે પંત ઇચ્છે છે કે તમારા બે વચ્ચે કોણ લાંબી સિકસર મારે એની કોમ્પિટીશન કરવામાં આવે. આ વિશે જવાબ આપતા રોહિતે કહ્યું હતું કે, 'મેરે સાથ ઉસકો કોમ્પિટિશન કરની હૈ ? એક સાલ હુઆ નહીં ઉસકો ક્રિકેટ ખેલ કે, છક્કે કા કોમ્પિટિશન લગા રહા હૈ.'

રોહિતે ૩૪૬ ઇન્ટરનેશનલ મેચમાં કુલ ૪૨૩ સિકસર ફટકારી છે જ્યારે પંતે ૫૬ ગેમમાં ૪૭ સિકસર મારી છે. એવામાં કોણ આ ચેલેન્જ જીતી શકે છે એ તો ધારી જ શકાય છે.

(3:27 pm IST)