Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

આઇસીસી ટી-20 રેન્કિંગમાં કેએલ રાહુલ બીજાક્રમે યથાવત : વિરાટ કોહલી છઠા સ્થાને પહોંચ્યો

ઈંગ્લેન્ડનો ઝંઝાવાતી બેટ્સમેન ડેવિડ ટી-20 બેટ્સમેનોના રેન્કિંગમાં 915 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે

મુંબઈ : આઇસીસીએ જાહેર કર્યા બાદ ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ લેટેસ્ટ ટી-20 રેન્કિંગમાં બીજા ક્રમે છે, જ્યારે વિરાટ કોહલીને એક સ્થાનનો લાભ મળ્યો છે અને હવે તે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે કેએલ રાહુલના હાલ 816 પોઈન્ટ છે, જ્યારે વિરાટ કોહલીના છઠ્ઠા સ્થાને 697 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડનો ઝંઝાવાતી બેટ્સમેન ડેવિડ ટી-20 બેટ્સમેનોના રેન્કિંગમાં 915 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે.

ટી-20 રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન અને જોરદાર બેટ્સમેન બાબર આઝમને પણ એક સ્થાનનો લાભ મળ્યો છે અને હવે તે ત્રીજા ક્રમે આવી ગયો છે, જ્યારે હાલ તેના 801 પોઈન્ટ છે. કાંગારૂ ટીમનો કેપ્ટન એરોન ફિન્ચ હવે ચોથા ક્રમે સરકી ગયો છે અને તેના કુલ 788 પોઈન્ટ છે. આઇસીસીના લેટેસ્ટ ટી-20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ઘણો ફાયદો દર્શાવ્યો હતો કારણ કે તે તેમની વચ્ચે રમાયેલી પ્રથમ બે ટી-20 મેચ બાદ રજૂ થઈ હતી.

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગેપ્ટીલ અને ડેવોન ને તાજેતરના ટી-20 રેન્કિંગમાં ઘણો ફાયદો થયો હતો. કોન્વે એ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચના શ્રેણીની પ્રથમ ટી-20 મેચમાં 99 રન માર્યા હતા, જેનો ફાયદો બેટ્સમેનોના રેન્કિંગમાં થયો છે. તેમને ૪૬ સ્થાન નો લાભ મળ્યો હતો અને હવે તેઓ ૧૭મા સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત તેનો સાથી બેટ્સમેન ગેપટીલ બીજી ટી-20માં 97 રનની ઈનિંગ રમીને રેન્કિંગમાં 11મા સ્થાને આવી ગયો હતો.

કાંગારૂ ટીમના માર્નસ ને ઘણો ફાયદો થયો હતો અને 77 માંથી 110 રન બનાવ્યા હતા, જ્યારે મેથ્યુ વેડ 118 ના સ્તરે છે. બોલરોની યાદીમાં ટોચના પાંચ સ્થાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જેમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન (736) ટોચ પર છે. ટોચના 10 બોલરોમાં કોઈ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ન્યૂઝીલેન્ડનો ટિમ સાઉથી છઠ્ઠો, મિગુએલ સેંટનર સાતમા, ઈશ સોઢી 11મા અને ટ્રેન્ટ બોલ્ટ 49માં ક્રમે પહોંચી ગયા છે.

(11:28 pm IST)