Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કાલથી અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝનો અંતિમ ચોથી ટેસ્ટમેચ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માત્ર ડ્રોની જરુર

અમદાવાદના નવા બંધાયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આવતી કાલ ગુરુવારથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ટીમ ઇન્ડિયાને જૂનમાં લોડ્સ ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માત્ર ડ્રોની જરુર છે

   ભારતના પ્રવાસે આવેલ ઇંગ્લેન્ડે ચેન્નાઇની પ્રથમ ટેસ્ટમાં 227 રને ભવ્ય વિજય મેળવી શુભ શરુઆત કરી હતી. પરંતુ ત્યાર બાદ વિરાટ સેનાએ ચેન્નાઇની જ બીજી ટેસ્ટમાં 317 રને વિજય મેળવી બદલો વાળી દીધો હતો. પથી અમદાવાદની ડે-નાઇટ ટેસ્ટમાં માત્ર બે દિવસમાં જ 10 વિકેટે જીત સાથે શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવી લીધી છે

આવતી કાલની મેચમાં બુમરાહને આરામ અપાયો હોવાથી મુહમ્મદ સિરાજના સમાવેશની સંભાવના છે. જ્યારે આ મેચમાં પણ ટીમ ઇન્ડિયા ત્રણ સ્પેશિયલ સ્પિનરો સાથે ઉતરવાની સંભાવના છે. મેચનો આવતી કાલે સવારે 9.30થી પ્રારંભ થશે.ભારત આ ટેસ્ટ જીતે અથવા ડ્રો કરે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાઇ કરી લેશે. આ મેચમાં બીજા રેકોર્ડ્સ પણ થઇ શકે છે,

 ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દેશનો ચોથોસૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની શકે છે. ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ ત્રણેય ફોર્મેટમાં કુલ 956 વિકેટ ઝડપી છે. હરભજન સિંહ 711 વિકેટ, કપિલ દેવ 687 વિકેટ અને ઝહીર ખાન 610 વિકેટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.

અશ્વિનની અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 603 વિકેટ છે. તે ચોથી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં થઈને કુલ 8 વિકેટ લે તો ઝહીરને પાછળ છોડી શકે છે

ધોની સાથે સંયુક્તપણે સૌથી વધુ ટેસ્ટ રમનાર ભારતીય કપ્તાન ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ વિરાટ કોહલીની કેપ્ટન તરીકે 60મી ટેસ્ટ હશે. ભારત માટે કપ્તાન તરીકે સૌથી વધુ ટેસ્ટ રમનાર કપ્તાનની યાદીમાં તે ધોનીની બરાબરી કરશે. ધોનીએ ટેસ્ટમાં ઇન્ડિયાના કપ્તાન તરીકે 60 ટેસ્ટમાં ફરજ નિભાવી છે અને કેપ્ટન કોહલી તેની બરાબરી કરશે

12 હજાર રન કરનાર ત્રીજો કેપ્ટન બનશે અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટમાં 17 રન કરવાની સાથે જ વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 12 હજાર રન પૂરા કરશે. તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજો કપ્તાન બનશે. તેની પહેલાં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ (15,440 રન) અને સાઉથ આફ્રિકાનો ગ્રેમ સ્મિથ (14,878 રન) જ આ માઈલસ્ટોન અચીવ કરી શક્યા છે.

 

ઇંગ્લેન્ડ સામે અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટ ભારતના ટેસ્ટ ઇતિહાસની ઓવરઓલ 550મી ટેસ્ટ હશે. સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. ઇંગ્લેન્ડે 1033 ટેસ્ટ રમી છે. ઓસ્ટ્રેલિયા 834 ટેસ્ટ અને વેસ્ટ ઇન્ડિઝ 552 ટેસ્ટ સાથે આ સૂચિમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

ભારત આ મેચ જીતશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ટેસ્ટ જીતીને ફાઇનલમાં ક્વોલિફાય કરશે. ભારત અને ઇંગ્લેન્ડ બંનેએ અત્યારે ટૂર્નામેન્ટમાં સંયુક્તપણે 11-11 મેચ જીતી છે. આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં 12 ટેસ્ટ જીતનાર પ્રથમ દેશ બનશે. ભારત આ ટેસ્ટ જીતશે તો 18 જૂનના રોજ ક્રિકેટના મક્કા લોર્ડ્સ ખાતે રમાશે

(8:10 pm IST)