Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મેકસવેલની સટાસટી : ત્રીજા ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને ૬૪ રને પછાડ્યુ

વેલીંગ્ટન : ન્યુઝીલેન્ડે ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને દાવ આપતા ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૦૮ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો : લાંબા સમય બાદ ફોર્મમાં આવેલા મેકસવેલે ૩૧ બોલમાં ૮ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથે ૭૦ ફટકાર્યા હતા તો ફીન્ચે માત્ર ૪૪ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૬૯ રન ફટકાર્યા હતા : જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર ૧૪૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી : ઓસ્ટ્રેલિયન બોલર કગરએ તરખાટ મચાવી ૬ વિકેટો ઝડપી હતી : ૫ મેચોની ટી-૨૦ સીરીઝમાં ન્યુઝીલેન્ડ ૨-૧થી આગળ

(3:47 pm IST)
  • રશીયન વેકસીન મહિનો- દોઢ મહિનામાં મળતી થઇ જશે : નેશનલ કોવિડ ટાસ્‍ફ ફોર્સના ડો.એન.કે. અરોરાએ કહ્યું છે કે રશીયાની સ્‍પુટ નિક-ફાઇવ કોરોના વેકસીન ૪ થી ૬ અઠવાડીયામાં ભારતમાં મળતી થઇ જશે access_time 11:00 am IST

  • ફોન કરીને એક શખ્શે કહ્યું - મુખ્યમંત્રી કેજરીવાલને ઉડાવી દેવા મને અપાયું છે હથિયાર : પોલીસે ઝડપી લીધો :પકડાયેલ શખ્શનું નામ પપ્પુ છે જેને ફરિદાબાદથી દબોચી લેવાયો હતો : પપ્પુ ડ્રગ્સ એડિક્ટ છે અને નશાની હાલતમાં જ ફોન કર્યો હતો access_time 12:46 am IST

  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST