Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ભારતની મહિલા હોકી ટીમ દક્ષિણ કોરીયાના પ્રવાસે : પાંચ મેચોની સિરીઝ

નવી દિલ્હી : ૧૩ વર્ષ બાદ એશિયા કપ જીતનાર ભારતીય મહિલા હોકી ટીમ દક્ષિણ કોરીયાના પ્રવાસમાં જવા રવાના થઈ ચૂકી છે. મુખ્ય કોચ હરેન્દ્રસિંહના માર્ગદર્શનમાં કેમ્પ બેંગ્લોરમાં યોજાયો હતો. દક્ષિણ કોરીયાના પ્રવાસમાં ભારતની મહિલા ટીમ પાંચ મેચોની સિરીઝ રમનાર છે જેનો પ્રથમ મેચ પાંચ માર્ચથી શરૂ થશે, ૨૦ મહિલા સભ્યોની મહિલા હોકીની ટીમનું કમાન રાની રામપાલ જયારે વા. કેપ્ટન સુનિતા લાકડા રહેશે

 

(11:43 am IST)