Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

શેફાલીની શેરનીઓ ત્રણ રીતે ધોનીના ધુરંધરો જેવી

ભારતની વિશ્વવિજેતા ગર્લ્‍સ અન્‍ડર-૧૯ ટી૨૦ ટીમ માટે બીસીસીઆઇનું પાંચ કરોડ રૂપિયાનું ઇનામ, ૨૦૦૭માં ધોનીની ટીમને ૮.૮૦ કરોડ રૂપિયા મળ્‍યા હતા

નવી દિલ્‍હીઃ શેફાલી વર્માના સુકાનમાં ભારતની ટી૨૦ ટીમ અન્‍ડર-૧૯ વર્લ્‍ડ કપની જે ટ્રોફી જીતી લાવી એ ભારતીય મહિલા ક્રિકેટરની ઝોળીમાં આવેલી પહેલી આઇસીસી ઝોળીમાં આવેલી પહેલી આઇસીસી ટ્રોફી છે.

અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં જુનિયર ગર્લ્‍સ ટીમનું  સચિન તેન્‍ડુલકર, બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ તેમજ બીસીસીઆઇના બીજા ટોચના હોદેદારો આશિષ શેલાર તથા રાજીવ શુકલાની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય બહુમાન કરવામાં આવ્‍યુ એ પછી આ ચેમ્‍પિયન ટીમે મેદાન પર વિજયી પરેડ કાઢી હતી. ૨૦૦૭માં ધોનીની ચેમ્‍પિયન ટીમે જોહનિસબર્ગના ગ્રાઉન્‍ડ પર પરેડની મોજ માણી હતી.

૨૦૦૭માં ટ્રોફી જીતીને આવેલી ધોનીની ટીમને બીસીસીઆઇ તરફથી ૨૦ લાખ ડોલર(એ સમયની ડોલરની કિંમત મુજબ અંદાજે ૮.૮૦ કરોડ રૂપિયા)નું રોકડ ઇનામ મળ્‍યુ હતું. ખેલાડીઓને બીજા કેશ પ્રાઇઝ પણ મળ્‍યા હતા. શેફાલી વર્માના સુકાનમાં ચેમ્‍પિયન બનીને આવેલી ટીમને બીસીસીઆઇએ અમદાવાદના સમારોહમાં પાંચ કરોડ રૂપિયાનો ચેક આપ્‍યો હતો. આ કુલ ઇનામ ટીમની પ્‍લેયર્સ તથા સ્‍ટાફ-મેમ્‍બર્સ વચ્‍ચે વહેંચવામાં આવશે.(૪૦.૫)

ધોની અને શેફાલીની ટીમ વચ્‍ચે ત્રણ સભ્‍ય

(૧) ૨૦૦૭માં ધોનીની ટીમ સૌપ્રથમ મેન્‍સ ટી૨૦ વર્લ્‍ડકપની ટ્રોફી જીતી હતી. શેફાલી વર્માની ટીમ જે ટ્રોફી જીતી એ ગર્લ્‍સ અન્‍ડર-૧૯ ટીમના વર્લ્‍ડકપની પહેલી ટ્રોફી છે.

(૨) બન્ને ટુર્નામેન્‍ટ સાઉથ આફ્રિકામાં યોજાઇ હતી.

(૩) બન્ને ફાઇનલમાં પ્‍લેયર ઓફધ  મેચનો એવોર્ડ ફાસ્‍ટ બોલર જીત્‍યા હતા. ૨૦૦૭માં પાકિસ્‍તાન સામેની ફાઇનલમાં લેફટ-આર્મ ફાસ્‍ટ બોલર ઇરફાન પઠાણ આ એવોર્ડ જીત્‍યો હતો, ગયા મહિને ઇંગ્‍લેન્‍ડ સામેની ફાઇનલમાં રાઇટ-આર્મ ફાસ્‍ટ બોલર તિતાસ સાધુ આ પુરસ્‍કાર જીતી હતી

(3:25 pm IST)