Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

યુવા ખેલાડીઓ દબાણમાં ખુબ જ સારી રીતે રમ્યાઃ વિરાટ

માઉન્ટ મૈનગાનુઈ :  ન્યુ ઝીલેન્ડનો તેની ધરતી પર પાંચ ટીર૦ મેચોની સિરીઝમાં વાઇટવોશ કર્યા બાદ કેપ્ટન કોહલીએ ટીમના ખેલાડીઓની પ્રશંસા કરી હતી.

 સિરીઝ જીતી ગયા હોવાથી કોહલીએ પાંચમી ટીર૦માં આરામ કર્યો હતો અને રોહિત શર્માને કપ્તાની સોંપી હતી. તેમ છતાં પાંચમી મેચ જીતી ગયા બાદ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં હાજર રહેલા કિંગ કોહલીએ કહ્યું કે જે પ્રમાણે અમે સિરીઝમાં રમ્યા છીએ એ જોઈને દ્યણો ગર્વ થાય છે. અમે હંમેશા ટીમમાં મેચ જીતવા વિશેની તરકીબ શોધતા હોઈએ છીએ અને જયારે તમારી એ તરકીબ સફળ થાય તમારી એ તરકીબ સફળ થાય  છે ત્યારે ઘણું સારું લાગે છે. સ્વાભાવિક છે કે રોહિતને જે થયું એ આપણને જોવું નથી ગમતું, પણ આખી ટીમની વાત કરીએ તો યુવા ખેલાડીઓએ ઘણી સારી ગેમ રમી અને પ્રેશરને પણ સારી રીતે હેન્ડલ કર્યું.

(3:47 pm IST)