Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

આફ્રિકા-ભારત વચ્ચે બીજી વનડે મેચને લઇને ઉત્સુકતા

સતત બીજી મેચ જીતવા ટમ ઇન્ડિયા તૈયાર : ડરબન ખાતે પ્રથમ વનડે મેચ જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો નૈતિક જુસ્સો વધ્યો છેઃ આફ્રિકા ઉપર દબાણ

સેન્ચુરિયન,તા. ૩ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચ આવતીકાલે સેન્ચુરિયન ખાતે રમાનાર છે. આ મેચને લઇને પણ   ભારે રોમાંચકતા પ્રવર્તી રહી છે. મેચનુ આવતકાલે સાંજે ચાર વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સતત બીજી મેચ જીતીને શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લેવા માટે ઉત્સુક છે. ટીમ ઇન્ડિયા અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. પ્રથમ મેચમાં હાર ખાધા બાદ આફ્રિકા પણ લડાયક દેખાવ કરવા તૈયાર છે. જેથી મેચ રોમાંચક બની શકે છે. અત્રે નોંધનીય છે કેપહેલી ફેબ્રુઆરીના દિવસે ડરબનના મેદાન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર શાનદાર જીત મેળવીને છ વન ડે મેચોની શ્રેણીમાં ૧-૦ની મહત્વની લીડ મેળવી લીધી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૧૨ રન કર્યા હતા. વિરાટે વનડે કેરિયરની ૩૩મી સદી કરી હતી. રહાણેએ ભવ્ય ૭૯ રન કર્યા હતા. રહાણેની સતત પાંચમી અડધી સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા પર છ વિકેટે જીતી મેળવી હતી. યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૬૯ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે ૪૫.૩ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા.  રોહિત શર્મા ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે ૨૦ રન કરીને આઉટ થયો હતો. પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા બાદ રોહિત શર્મા ધરખમ દેખાવ કરવા માટે ઉત્સુક છે.  શિખર ધવન પર પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યો હતો. જો કે  રહાણે અને વિરાટ કોહલીની જોડી જામી હતી. અને આફ્રિકાના કોઇ બોલરની તેમના પર અસર થઇ ન હતી. બન્ને બેટ્સમેનોએ મક્કમ બેટિંગ જારી રાખીને આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતુ. કોહલીએ આફ્રિકામાં પોતાની પ્રથમ વનડે સદી કરી હતી. કોહલીએ ૧૧૯ બોલમાં ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી મેચમાં પણ તેની પાસેથી જોરદાર દેખાવની આશા રાખવામાં આવી રહી છે. શ્રેણીમાં ખુબ જ નજીકની સ્પર્ધા જોવા મળી શકે છે.  ડિવિલિયર્સ આઉટ થઇ ગયા બાદ ભારતને આંશિક રાહત મળી છે. છતાં ટીમમાં પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકન ટીમમાં હાસિમ અમલા, ડીકોક, ડ્યુમિની, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, લુંગીગીડી જેવા ખેલાડીઓ રહેલા છે. બંને ટીમો નીચે મુજબ છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, બુમરાહ, ચહેલ, શિખર ધવન, ધોની, શ્રેયસ અય્યર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અજન્કિયા રહાણે, શાર્દુલ ઠાકુર

આફ્રિકન ટીમ : ડુપ્લેસિસ (કેપ્ટન), હાસિમ અમલા, ડીકોક, ડ્યુમિની, ઇમરાન તાહિર, મારક્રમ, ડેવિડ મિલર, મોર્ને મોર્કેલ, ક્રિસ મેરિસ, લુંગી ગીડી, ફેલુકવાયો, રબાડા, સામ્સી, ઝોન્ડો..

શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ

લાંબી શ્રેણીને લઇને રોમાંચકતા

        સેન્ચુરિયન, તા. ૩ : ભારત અને આફ્રિકા વચ્ચે આવતીકાલે રવિવારના દિવસે છ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચ રમાનાર છે. આ મેચનુ સાંજે ૪-૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. મેચને લઇને ભારે રોમાંચ છે. ભારતે પ્રથમ મેચ જીતી લીધા બાદ ચાહકો ઉત્સુક છે.વનડે શ્રેણી બાદ ટ્વેન્ટી વનડે મેચોની શ્રેણી પણ રમાનાર છે. બાકીની મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*            ૪થી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં બીજી વનડે

*            ૭મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી વનડે

*            ૧૦મી ફેબ્રુઆરીના દિવસે જ્હોનિસબર્ગમાં ચોથી વનડે

*            ૧૩મી ફેબ્રુઆરીના દિવસે પોર્ટએલિઝાબેથમાં પાંચમી વનડે

*            ૧૬મી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં છઠ્ઠી વનડે

*            ૧૮મી ફેબ્રુઆરીના દિવસે સાંજે જ્હોનિસબર્ગમાં પ્રથમ ટ્વેન્ટી

*            ૨૧મી ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં બીજી ટ્વેન્ટી

*            ૨૪મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી ટ્વેન્ટી

નોંધ : તમામ વનડે મેચોનું પ્રસારણ સાંજે ૪.૩૦ વાગ્યાથી અને ટ્વેન્ટી મેચોનું પ્રસારણ ૯.૩૦ વાગ્યાથી કરાશે

મેચના રોમાંચની સાથે સાથે

સેન્ચુરિયન મેચ જોવા ભારતીય ચાહકો પહોંચશે

        સેન્ચુરિયન,તા. ૩ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચ આવતીકાલે સેન્ચુરિયન ખાતે રમાનાર છે. આ મેચને લઇને પણ   ભારે રોમાંચકતા પ્રવર્તી રહી છે. મેચનુ આવતકાલે સાંજે ચાર વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. રોમાંચની સાથે સાથે નીચે મુજબ છે

*    ડરબનની જેમ જ બીજી વનડે મેચ દરમિયાન પણ મોટી સંખ્યામાં ભારતીય ચાહકો હાજર રહેશે

*    પ્રથમ વનડે મેચ જીતી લીધા બાદ ભારતીય ચાહકો મેચને નિહાળવા ઉત્સુક છે

*    આવતીકાલે રવિવાર હોવાથી ચાહકોને મેચ જોવાની મજા પડી જશે

*    પ્રથમ મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે

*    કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં હોવાથી ચાહકો રોમાંચિત

*    શિખર ધવન અને રોહિત શર્મા હજુ સુધી તેમના ફોર્મમાં દેખાઇ રહ્યા નથી

*    ટીમ ઇન્ડિયાના અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે

*    ભારત તરફથી ટોસ જીતી લીધા બાદ બેટિંગ કરવામાં આવી શકે છે

*    આધારભુત બેટ્સમેન ડીવિલિયર્સ ઇજાગ્રસ્ત હોવાથી તે ત્રણ મેચો શરૂઆતની રમનાર નથી

*    પ્રથમ મેચમાં જ ડિવિલિયર્સની ગેરહાજરી આફ્રિકાને નડી હતી

*    રબાડા, લુંગીગીડી અને અન્ય આફ્રિકન ઝડપી બોલરથી ભારતને સાવધાન રહેવાની જરૂર રહેશે

*    આફ્રિકા તરફથી ડુપ્લેસીસ સિવાય અન્ય ખેલાડી હાલમાં ફ્લોપ સાબિત થઇ રહ્યા છે

*    ટોસ મેચમાં નિર્ણાયક ભૂમિકા અદા કરે તેવી પણ પ્રબળ સંભાવના

*    ભારતીય ટીમ પ્રથમ મેચ જીતી લીધા બાદ બીજી મેચને લઇને પણ જોરદાર પ્રેકટીસ કરી રહી છે

*    કુલદીપ, ચહેલ અને ભુવનેશ્વર પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા

*    પ્રથમ મેચ હારી ગયા બાદ યજમાન આફ્રિકા પર જીતવા માટેનુ તીવ્ર દબાણ

(12:47 pm IST)
  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST

  • પાકિસ્તાને દરિયામાંથી અપહરણ કરેલ માછીમારોની સંખ્યામાં વધારો : પાકમરીને ૮ બોટ અને ૪૨ માછીમારોને પકડી લીધા હોવાનું બહાર આવ્યુ : તમામ બોટ પોરબંદરની access_time 5:55 pm IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST