Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઓસ્‍ટ્રેલિયાના ૫૯૮/૪ ડિકલેર્ડ સામે વિન્‍ડીઝના ૭૪

પર્થમાં પ્રથમ ટેસ્‍ટમાં ગઇ કાલે બીજા દિવસે ઓસ્‍ટ્રેલિયાએ પહેલો દાવ ૫૯૮/૪ ના સ્‍કોર પર ડિકલેર કર્યો ત્‍યારબાદ વેસ્‍ટ ઇન્‍ડીઝની ટીમને વિના વિકેટે ૭૪ રન બનાવ્‍યા હતા. ઓસ્‍ટ્રેલિયાની ટીમને લબુશેન (૨૦૪ રન, ૩૫૦ બોલ, એક સિકસર, વીસ ફોર) અને સ્‍ટીવન સ્‍મિથ (૨૦૦ અણનમ, ૩૧૧ બોલ, સત્તર ફોર) ની ડબલ સેન્‍ચુરીએ ૬૦૦ના આંકડા સુધી પહોંચાડી હતી. ટ્રેવિસ હેડ ૯૯ રન પર આઉટ થયો હતો. સ્‍ટીવન સ્‍મિથે ૨૯મી સદીથી દેશના લેજન્‍ડ સર ડોન બ્રેડમેનની બરાબરી કરી હતી.

(6:11 pm IST)