Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ભારતમાં બ્‍લાઇન્‍ડ ટી૨૦ વર્લ્‍ડકપઃ પાકિસ્‍તાનની ટીમને મળશે વિઝા

સોમવારે ભારતમાં જોઇ ન શકતા ક્રિકેટરોનો ટી૨૦ વર્લ્‍ડ કપ શરૂ થઇ રહ્યો છે અને એમાં રમવા આવનારી પાકિસ્‍તાનની ટીમને વિઝા આપવામાં આવશે. આ માહિતી આ બ્‍લાઇન્‍ડ વર્લ્‍ડ કપના આયોજક ક્રિકેટ અસોસિએશન ફોર ધ બ્‍લાઇન્‍ડ ઇન ઇન્‍ડિયાના પ્રમુખ મહંતેશ જી.કે.એ આપી હતી. બુધવારે ૭ ડિસેમ્‍બરે ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે મેચ રમાશે. ઓસ્‍ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, નેપાલ, શ્રીલંકા અને બંગલાદેશની ટીમ પણ આ સ્‍પર્ધામાં ભાગ લેશે જેની મેચો દિલ્‍હી, મુંબઇ, ફરીદાબાદ, ઇન્‍દોર તથા બેન્‍ગલોરમાં રમાશે. ફાઇનલ બેન્‍ગલોરમાં રમાવાની છે.

(6:05 pm IST)