Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પોલેન્‍ડ હાર્યા છતા પ્રી-કવોર્ટરમાં, ટયુનિશિયા જીત્‍યા પછી પણ આઉટ

મેસીના ગોલ જગર આર્જેન્‍ટિના નોકઆઉટમાં પહોંચી ગયુઃ ફ્રાન્‍સ ૨૦૧૪ પછી પહેલી વાર વર્લ્‍ડકપમાં હાર્યુ : મેસીની ટકકરે ઝિદાન મેટરાઝીનો કિસ્‍સો યાદ કરાવ્‍યો!

બુધવારે કતારમાં વર્લ્‍ડ કપની ચેમમાં આર્જેન્‍ટિનાનો લિયોનેલ મેસી જયારે પોલેન્‍ડમાં સુપરસ્‍ટાર રોબર્ટ લેવાન્‍ડોવ્‍સ્‍કી સાથે ટકરાયો અને મેસીનું માથુ અકસ્‍માતે તેને છાતીમાં વાગ્‍યુ એ ઘટના(ડાબે) પરથી ૨૦૦૬ની સાલનો કિસ્‍સો યાદ આવી ગયો. રેફરીએ ઝિદાનને આ હરકત બદલ રેડ કાર્ડ બતાવ્‍યુ હતુ.

કતારના ફિફા વર્લ્‍ડકપમાં બુધવારે ગ્રુપ સીમાં આર્જેન્‍ટિના સામે પોલેન્‍ડનો ગ્રુપ સ્‍ટેજની છેલ્‍લી મેચમાં ૦-૨થી પરાજય થયો હોવા છતા પોલેન્‍ડને બેસ્‍ટ ૧૬ ટીમવાળા પ્રી-કવાર્ટર ફાઇનલ રાઉન્‍ડમાં પહોંચી જવા મળ્‍યુ છે. દરેક ગ્રુપમાંથી વિનર અને રનર-અપ ટીમ નોકઆઉટમાં જાય છે અને આર્જેન્‍ટિના આ ગ્રુપની વિનર ટીમ હોવાથી અને પોલેન્‍ડ રનર અપ હોવા છતા બદલ પ્રી-કર્વોટરમાં જઇ શકયુ છે.

આર્જેન્‍ટિનાના કેપ્‍ટન લિયોનેલ મેસીના શોટમાં પોલેન્‍ડના કોચે જોરદાર પ્રયાસમાં ગોલ થતો રોકયો હતો, ૪૬મી મિનિટે મેક એલિસ્‍ટરનો અને ૬૭મી મિનિટે જુલિયન અલ્‍વારેઝના ગોલની મદદથી આર્જેન્‍ટિનાએ પોલેન્‍ડ પર ૨-૦થી શાનદાર વિજય મેળવ્‍યો હતો.

દોહામાં બે મિનિટમાં બાજી પલટાઇ ગઇ

બીજી તરફ ગ્રુપ ડીમાં ટયુનિશિયાએ બુધવારે ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ફ્રાન્‍સને હરાવીને અપસેટ સરજયો હતો, વાહબી ખાઝરીના ૫૮મી મિનિટના ગોલની મદદથી ટયુનિશિયાએ ૧-૦થી  સરસાઇ મેળવી એની બે જ મિનિટ બાદ દોહાના જ બીજા સ્‍ટેડિયમમાં ડેન્‍માર્ક સામે ઓસ્‍ટ્રેલિયાએ ૧-૦થી સરસાઇ મેળવી એ સાથે ગ્રુપ ડીમાંથી ઓસ્‍ટ્રેલિયા નોકઆઉટ માટે કવોલિફાય થઇ ગયુ હતું. ટયુનિશિયા ગ્રુપમાં ત્રીજા નંબરે રહી જતા સ્‍પર્ધાની બહાર થઇ ગયું

ફ્રાન્‍સની ટીમ ૨૦૧૪ના વર્લ્‍ડકપ પછી પહેલીવાર આ ટુર્નામેન્‍ટમાં પરાજિત થઇ છે. બુધવારે ટયુનિશિયા સામે પણ ફાન્‍સનો ૦-૧થી પરાભવ થયો હતો

ફ્રાન્‍સે ગોલ ન મળતા કરી ફરિયાદ

મેચની છેલ્‍લી પળોમાં (ફુલ ટાઇમ પછીના સ્‍ટોપેજ ટાઇમમાં આઠમી અને છેલ્લી મિનિટે) ફ્રાન્‍સના એન્‍ટોઇન ગ્રિઝમેને જે ગોલ કર્યો હતો એને રેફરીએ નામંજુર ઠરાવ્‍યો હતો. ગ્રિઝમેન ઓફસાઇડ પોઝિશનમાં હતો એટલે રેફરીએ એ ગોલને નામંજુર ઠરાવ્‍યો હતો. પછી તેમણે રિવ્‍યુ માટે ટીવી-રેફરીની મદદ માગી હતી અને તેમના નિર્ણય મુજબ ગોલ ન ગણાય એવો નિર્ણય દર્શાવ્‍યો

ડેન્‍માર્કને ઓસ્‍ટ્રેલિયાનો આંચકો

ઓસ્‍ટ્રેલિયાએ વિશ્વના ૧૦મા રેન્‍કના ડેન્‍માર્કને ૧-૦થી હરાવ્‍યુ હતુ ત્‍યા બીજી તરફ ટયુનિશિયાએ પણ ફ્રાન્‍સને ૧-૦થી પરાજિત કરીને સનસનાટી મચાવી દીધી હતી. ૩૮માં રેન્‍કના ઓસ્‍ટ્રેલિયા વતી મેથ્‍યુ લેકીએ ૬૦મી મિનિટે વિનિંગ ગોલ કર્યો હતો.

(5:11 pm IST)