Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

IPL: બેન સ્‍ટોકસ અને સેમ કરન પણ ઓકશનમાં ૨૧ ખેલાડીઓએ બેઝ પ્રાઇઝ ૨ કરોડ રાખી

નવી દિલ્‍હીઃ આગામી ૨૩ ડિસેમ્‍બરે આઇપીએલ મીની યોજાનાર છે. આ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને રજીસ્‍ટ્રેશન પણ ખેલાડીઓના થઇ ચૂકયા છે. તમામ ૧૦ ફ્રેન્‍ચાઇઝીઓએ આ પહેલા રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી પણ જાહેર કરી હતી. લગભગ ૮૭ જેટલા ખેલાડીઓને ખરીદવા માટેની પ્રક્રિયા મીની ઓકશનમાં થશે. બંને માટે બોલી બોલી બોલાશે એ નકકી છે. બંને ખેલાડીઓ પોતાની બેઝ પ્રાઇઝ ૨ કરોડ રાખી છે. આ સિવાય પણ અનેક ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઇઝ ૨ કરોડ રૂપિયા પસંદ કરી છે.

આ યાદીમાં ૨૧ જેટલા નામો સામેલ છે કે, જેમણે ટોચની રકમની બેઝ પ્રાઇઝ પસંદ કરી છે જોકે, કુલ ૨૧ ખેલાડીઓના નામ ૨ કરોડની બેઝ પ્રાઇઝમાં નોંધવામાં આવ્‍યા છે. જેમાં ન્‍યૂઝીલેન્‍ડમાં કેન વિલિયમસન, જેમ્‍સ નીશમ, ઓસ્‍ટ્રેલિયાના ઉભરતા ઓલરાઉન્‍ડર કેમરોન ગ્રીન અને વેસ્‍ટ ઇન્‍ડિઝના ભુતપૂર્વ કેપ્‍ટન નિકોલસ પુરનનો સમાવેશ થાય છે. જોકે આ યાદીમાં કોઇ ભારતીય નથી. ભારતીય ખેલાડીઓમાં મયંક અગ્રવાલ,  મનીષ પાંડે, કેદાર જાધવ જેવા પસંદગીના ખેલાડીઓની બેઝ પ્રાઇઝ ૧ કરોડ છે. સેમ કુરન, બેન સ્‍ટોકસ, કેન વિલિયમસન, જેમ્‍સ નીશમ, નિકોલસ પુરન, કેમેરોન ગ્રી, નાથન, ટ્રેવિડ હેડ, ક્રિસ લિન, ટોમ બેન્‍ટન, ક્રિસ જોર્ડન, ટાઇમલ, જેમી ઓવરટોન, ક્રેગ ઓવરટોન, આદિલ રશીદ, ફિલ, એડમ મિલ્‍ને, રિલે, રાસી વેન ડેર ડયુસેન, એન્‍જેલો, જેસન હોલ્‍ડર

(5:09 pm IST)