Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ત્રીજા અને અંતિમ વન-ડેમાં ભારતે ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૦૨ રન ફટકાર્યા : વિરાટ - હાર્દિક - જાડેજાની ફિફટી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ત્રીજા અને અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ દાવ લેતા ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૦૨ રન ફટકાર્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ ૬૩ રન બનાવ્યા હતા. જયારે હાર્દિક અને જાડેજાએ રંગ રાખ્યો હતો. હાર્દિકે માત્ર ૭૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૯૨ અને રવિન્દ્ર જાડેજાએ ૫૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૬૬ રન ફટકાર્યા હતા. બંને નોટઆઉટ રહ્યા હતા. આજના મેચમાં ટીમ ઈન્ડિયામાં ૪ ફેરફાર કરાયા છે. નટરાજનને વન-ડે કેપ આપવામાં આવી છે. જયારે શુભમનગીલ, કુલદીપ યાદવ, શાર્દૂલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરાયો છે. જયારે શમી, ચહલ, મયંક અને સૈનીને આરામ અપાયો છે.

(1:08 pm IST)
  • મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવો : ધ્વનિ પ્રદુષણ તથા પર્યાવરણ સબંધિત મુદ્દો : શિવસેનાના મુખપત્ર' સામના ' માં કેન્દ્ર સરકારને કરાયેલી અપીલ access_time 5:43 pm IST

  • ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટરો : 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાલ : એક કરોડ જેટલા ટ્રક ડ્રાયવરોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટની ઘોષણાં : આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ખોરવાઈ જશે access_time 5:52 pm IST

  • ' સુબહકા ભુલા હુવા શામકો વાપસ આયે તો ભૂલા નહીં કહલાતા ' : પશ્ચિમ બંગાળના તૃણમૂલ પાર્ટીના મિનિસ્ટર શુભેન્દુ અધિકારીના મનામણાં : મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું હતું : ભાજપમાં જોડાઈ જવાની શક્યતા હતી : પાર્ટીના વરિષ્ટ આગેવાન અભિષેક બેનરજી તથા ચૂંટણી ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે તમામ મુદ્દે સમાધાન કરાવી દેવાની ખાતરી આપી access_time 12:11 pm IST