Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દિગ્ગજ ટેનીસ સ્ટાર લિએન્ડર પેસે નિવૃત્તિ લેવાનો આપ્યો સંકેત : કહ્યું એક વર્ષથી વધુ સમય નહીં રમે

પેસે કહ્યું હું 46 વર્ષનો છું અને હવે મારી જગ્યાએ નવી પેઢીએ લેવી જોઈએ

 

મુંબઈ : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને ભારતીય ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે  નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે પોતાના હરીફો ઉપર જીત મેળવવા માટે તેના અનુભવ પર આધાર રાખે છે અને તેઓ એક વર્ષ કરતા વધુ સમય રમવા માંગતાં નથી.

   પેસે પત્રકારોને કહ્યું, 'હવે હું મારા અનુભવના આધારે જીત્યો છું પરંતુ ટીમના હિતોને ધ્યાનમાં રાખીને મારે એક વર્ષથી વધુ સમય સુધી રમવું જોઈએ.' હું 46 વર્ષનો છું અને હવે મારી જગ્યાએ નવી પેઢીએ લેવી જોઈએ. અત્યારે ભારતીય ટેનિસનો મુખ્ય ઉદ્દેશ નવી અને યુવાન ટીમ બનાવવી જોઈએ.

   અત્રે ઉલ્લેખનીય છે કે 46 વર્ષીય પેસે ડેવિસ કપમાં 44 મી ડબલ્સ મેચ જીતીને પોતાનો રેકોર્ડ સુધાર્યો હતો. ભારતે મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેની મેચ માટે ડેવિસ કપ ટીમમાં ભારતની પસંદગી કરવામાં આવી હતી.

(11:06 pm IST)