Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સુરતમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ક્રિકેટના પાવર હાઉસ કર્ણાટકે દેશની સૌથી મોટી ટી૨૦ ટુર્નામેન્ટ જીતી લીધીઃ મનીષ પાંડેની ટીમે તમિલનાડુને હરાવ્યુ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના પાવર હાઉસ કર્ણાટકે દેશની સૌથી મોટી ટી-20 ટુર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પોતાને નામ કરી છે. મનીષ પાંડેની ટીમે ટી-20 ટુર્નામેન્ટની ફાઇનલમાં તમિલનાડુને હરાવ્યું હતું. સુરતમાં રમાયેલ મેચ ઘણી રોમાંચક બની હતી. જેમાં કર્ણાટકે એક રનથી જીત મેળવી હતી. કર્ણાટક ગત વર્ષે પણ ચેમ્પિયન રહ્યું હતું. 

         તમિલનાડુએ રવિવારે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ લીધી હતી. કર્ણાટકે પહેલા બેટીંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા હતા. જેના જવાબમાં તમિલનાડુની ટીમ માત્ર એક રન માટે રહી ગઇ હતી. જીતનો કોળીયો છેલ્લા બોલે છીનવાયો હતો. આખરી ચાર બોલમાં પાંચ રન કરવાના હતા પરંતુ માત્ર 3 રન બનાવી શકી હતી. 

         કર્ણાટકની 40 દિવસની બીજી મોટી જીત છે. 25 ઓક્ટોબરે વિજય હજારે ટ્રોફી પણ પોતાને નામ કરી હતી. સંજોગોવસાત વિજય હજારે ટ્રોફીની ફાઇનલ પણ કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે રમાઇ હતી. જેમાં કર્ણાટકે 60 રનથી જીત મેળવી હતી. 

(5:02 pm IST)