Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

દેશ માટે શહિદ થનાર જવાનોનાં પરિવારોજનોની જવાબદારી ઉઠાવવા માટે ૭ ડિસેમ્‍બરે ‘ફલેગ-ડે’ અે ઉદાર હાથે ફાળો આપો : સેહવાગની દેશવાસીઓને અપીલ

ભારતનો પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ હાલ સોશિયલ કાર્યોમાં પણ ઘણો સક્રિય બન્યો છે. આ વખતે સેહવાગે સશસ્ત્ર સેના ઝંડા દિવસ દ્વારા દિવ્યાંગ સૈનિકો અને શહીદ સૈનિકોની પત્નીઓની આર્થિક મદદ માટે દેશવાસીઓને અપીલ કરી છે. 7 ડિસેમ્બરે દર વર્ષે આર્મ્ડ ફોર્સેસ ફ્લેગ ડે મનાવવામાં આવે છે. સેહવાગે આ ફંડમાં ડોનેશનની અપીલ કરી છે. આ સંબંધમાં વીરુએ પોતાનો એક રેકોર્ડિંગ વીડિયો બનાવ્યો છે. જેને કેન્દ્રીય સૈનિક બોર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. આ ટ્વિટને સેહવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર રીટ્વિટ કર્યું છે.

આ 2 મીનિટના વીડિયોમાં સેહવાગ કહે છે કે આજે હું તમને એક સામાન્ય ભારતીય નાગરિક તરીક વાત કરી રહ્યો છું. આ પછી સેહવાગે નાગરિકોને તેમની સુરક્ષાનો અહેસાસ કરાવતા કહ્યું હતું કે સરહદ પર આપણા જવાનો ઉભા છે તેથી જ આપણે શાંતિથી જીવી રહ્યા છીએ. આપણા સૈનિકો દુશ્મનોનો સામે છાતીએ સામનો કરે છે.

આ પછી વીરુ કહે છે કે શું તમે ક્યારે વિચાર કર્યો છે કે જ્યારે આપણા સૈનિકો સરહદ પર ઈજાગ્રસ્ત થાય કે શહીદ થઈ જાય તો તેમના પરિવારનું શું થાય છે. કોણ તેમની જવાબદારી ઉઠાવે છે, મદદ કરે છે.

બાદમાં સેહવાગ સશસ્ત્રી સેના ઝંડા દિવસની ઉપયોગિતા બતાવતા કહે છે કે 7 ડિસેમ્બરે મનાવવામાં આવનાર આર્મ્ડ ફોર્સેસ ફ્લેગ ડે પ્રસંગે બધા દેશવાસીઓ સશસ્ત્રદળો પ્રત્યે પોતાનો સપોર્ટ બતાવે અને સશસ્ત્ર સેના ઝંડા દિવસના ફંડમાં ડોનેશન આપીને દિવ્યાંગ સૈનિક અને શહીદ સૈનિકોના પરિવારોની આર્થિક મદદ માટે પોતાનું યોગદાન આપે.

(3:32 pm IST)