Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કુશ્તીના નિયમોમાં થયો મોટો ફેરફાર: ભારતીય પહેલવાનોને પડી શકે છે મુશ્કેલીયો

નવી દિલ્હી: કુશ્તીના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અને આ નિયમોનું પાલન કરવું બધા પહેલવાનો માટે જરૂરી છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગાએ કુશ્તીના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે કોઈ પણ ચેમ્પિયનશીપમાં પહેલવાનોનું વજન એક દિવસ પહેલા નથી પણ બાઉટના બે કલાક પહેલા માપવામાં આવશે.  આની આદત ભારતીય પહેલવાનોને નથી જેના કારણે ભારતીય પહેલવાનોને મુશ્કેલીયો પડી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અત્યાર સુધી તો એક દિવસમાં થતા બાઉટને હવે બે દિવસમાં વિભાજીત કરી નાખ્યા છે એટલે કે પહેલા બાઉટમાં સેમિફાઇનલ અને બીજા બાઉટમાં રેપચેજ અને પદક માટેના મુકબલ માટે થશે.

 

(5:57 pm IST)