Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


મૅરી કૉમે રાષ્ટ્રીય નિરીક્ષકના હોદ્દેથી રાજીનામું આપ્યું

નવી દિલ્હી: પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી બૉક્સર મૅરી કૉમે ભારતીય બૉક્સિગં માટેની રાષ્ટ્રીય નિરીક્ષક તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોરે સક્રિય સ્પોર્ટ્સપર્સન્સને આ પદ માટે ગણતરીમાં નહીં લેવામાં આવે એવી સ્પષ્ટતા કરી એને પગલે મૅરી કૉમે આ નિર્ણય લીધો હતો. તેણે કહ્યું હતું કે મને આ હોદ્દા માટે અગાઉ વિનંતી કરાઈ હતી, પણ રાઠોર સાથે ચર્ચા કર્યા પછી મેં હોદ્દો છોડી દીધો છે.

 

(8:50 am IST)