Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

દિનેશ કાર્તિકે વિકેટની પાછળ સૌથી વધુ ૧૧૦ કેચ ઝડપ્યા

આઈપીએલમાં રેકોર્ડ સર્જ્યો

નવી દિલ્હી, તા. : કોરોના મહામારી દરમિયાન ઈન્ડિયન પ્રીમીયર લીગની ૨૦૨૦ સીઝનની ૫૪મી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. મેચમાં કેકેઆરના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે વિકેટ ઝડપવામાં ફરી એક વખત મહેન્દ્ર સિંહ ધોનીને ધોબી પછાડ આપીને એક ખાસ મુકામ હાસંલ કર્યો છે. હવે તે આઈપીએલના ઈતિહાસમાં વિકેટ પાછળથી સૌથી વધારે વિકેટ ઝડપનાર વિકેટકીપર બની ગયો છે.

કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન બીજી ઈનિંગની ૧૫મી ઓવરમાં વરુણ ચક્રવર્તીના ચૌથા બોલ પર દિનેશકાર્તિકે જેવો રાજસ્થાનના બેટ્મેન રાહુલ તેવતિયાનો કેચ ઝડપ્યો કે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ ૧૧૦ કેચ ઝડપનાર વિકેટકીપર બની ગયો.

અગાઉ ધોનીના નામે આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધારે ૧૦૯ કેચ ઝડપનાર વિકેટકીપર હતો. જ્યારબાદ હવે દિનેશ કાર્તિક ધોનીનો રેકોર્ડ તોડતા પહેલા સ્થાન પર આવી ગયો છે. નોંધનીય છે કે કોલકત્તા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને ૧૯૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

(9:11 pm IST)